For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું

11:41 AM Sep 10, 2025 IST | Bhumika
કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના  શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું

પોલીસ ફરીયાદ નોંધાતા નરાધમ શિક્ષક ફરાર, અલગ-અલગ ટીમ દ્વારા શોધખોળ

Advertisement

પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, ધોરણ 9માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના બનતા લોકોમાં શિક્ષક પ્રત્યે ફિટકાર જોવા મળ્યો છે. વિધાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે, વિધાર્થીની એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ છે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કુતિયાણામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરાધમ વિક્રમ પરમારે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતા વિધાર્થીનીએ આ વાતા તેના પરિવારમાં કરી હતી અને કુતિયાણા પોલીસે સમગ્ર ઘટનામાં પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે, દુષ્કર્મ આચરી શિક્ષક ફરાર થયો છે અને પોલીસની અલગ-અલગ ટીમો શિક્ષકને શોધી રહી છે.
દુષ્કર્મનો ભોગ બનેલી વિધાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરે છે અને શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે, પોલીસે હાલમાં ગુનો તો નોંધ્યો છે પણ શિક્ષક ફરાર હોવાની વાત સામે આવી છે, વિધાર્થીનીનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે, કુતિયાણા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, ભોગ બનનાર વિધાર્થીનીએ તેના પરિવારને જાણ કરી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો છે.

Advertisement

પોરબંદરમાં શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા લોકોનો શિક્ષક સામે રોષ જોવા મળ્યો છે, નરાધમ વિક્રમ પરમાર વિરુદ્ધ પોલીસે ગુનો પણ નોંધ્યો છે, છેલ્લા કેટલા સમયથી વિધાર્થીને શિક્ષક ફોસલાવતો હોવાની પણ વાત પણ સામે આવી હતી, આવા શિક્ષકોના કારણે સમાજમાં શિક્ષકોનું નામ બદનામ થતું હોય છે, આ કોઈ એક ઘટના નથી કે જેમાં શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હોય પરંતુ આવી ઘણી ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં શિક્ષકે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હોય, શિક્ષક હવે ઝડપાશે તો વધુ ખુલાસા આ કેસમાં થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement