For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છની જિંદાલ કંપનીના એક્ઝિકયુટિવે નફાની લાલચમાં અડધો કરોડ ગુમાવ્યા

12:01 PM Sep 12, 2024 IST | Bhumika
કચ્છની જિંદાલ કંપનીના એક્ઝિકયુટિવે નફાની લાલચમાં અડધો કરોડ ગુમાવ્યા
Advertisement

વોટસએપમાં મેસેજ આવ્યા બાદ શેરબજારમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા પાસે આવેલ જિંદાલ કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા મુળ હરિયાણાના વ્યક્તિને શેર માર્કેટમાં રોકાણ કરી નફો કમાવવાની લાલચ આપી રૂપિયા 57.25 લાખનો ચૂનો લગાડવામાં આવતા સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિજયકુમાર રાધેશ્યામ શર્માએ સાયબર પોલીસ મથકે નોધાવેલ ફરિયાદ મુજબ ગત 21 ફ્રેબ્રુઆરીના તેમણે એક નંબર પરથી વોટ્સએપ પર મીરા કપૂરના નામે મેસેજ આવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ શેર માર્કેટમાં રોકાણ કરાવી સારો નફો અપાવતા હોવાનું કહ્યું હતું. જે બાદ એક લીંક મોકલાવેલ હતી જે ફરિયાદીએ ખોલતા એક ગ્રુપમાં એડ થઇ ગયા હતા.

Advertisement

જેમાં શેર માર્કેટ બાબતના અલગઅલગ મેસેજો અને માહિતી આપવામાં આવતી હતી. ફરિયાદીને પણ રોકાણ કરવાની લાલચ જાગતા પોતાનું અને પોતાની પત્નીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જે બાદ 6 જુન સુધીના સમયગાળા દરમિયાન તેમાં 57.25 લાખનું રોકાણ કર્યો હતો.અને રોકાણની વળતર રકમ ઉપાડવા માટે વાત કરતા સર્વિસચાર્જ અને અલગઅલગ ચાર્જના બહાના બતાવી મુળ રકમ પરત ન આપી વધુ રૂૂપિયા ભરવા કહ્યું હતું.પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું જાણવા મળતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોધાવી હતી.જેના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement