કસ્તુરી રેસીડેન્સીના વૃધ્ધાને બીપીની દવા લેવા જતા રિક્ષાગેંગ ભટકાઇ, બે લાખની બંગડી ચોરાઇ
ધક્કા મુક્કી કરી બંગડી લીધા બાદ, રિક્ષામાં પંચર પડ્યું છે કહી ભાડું લીધા વગર વૃધ્ધાને ઉતારી દીધા
રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ પાસે કસ્તુરી રેસિડેન્સીમાં રહેતા શાંતીદેવી બલવંતપ્રસાદ પટેલ(ઉ.વ.59) બીપીની દવા લેવા ગયા હતા અને ત્યાંથી રસ્તામાં ઘર નજીક પાસે એક રીક્ષામાં બેસી પોતાના ઘરે આવવા નિકળા ત્યારે રીક્ષામાં પાછળ બેઠેલા મેં મહિલા અને એક શખ્સ ધક્કા મુક્કી કરતા હોય જેથી આ રીક્ષામાં બેસેલ ટોળકીએ મવડી અવધ રેસિડેન્સી પાસે ઉતારી અને જતા રહ્યા અને ત્યારબાદ આ ફરિયાદી શાંતીબેનને માલુમ પડ્યું કે તેમણે હાથમાં પહેરેલી બે લાખની સોનાની બંગડી ગાયબ હતી અને બાદમાં પુત્રને સાથે રાખી માલવીયા તાલુકા પોલીસમાં રીક્ષાગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શાંતિદેવીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,ગઈકાલ તા.28/11 ના રોજ મારે બી.પી.ની દવા લેવાની હોય તે માટે હુ સવારના કસ્તુરી રેસીડેન્સીથી હુ ઘરે થી થોડેક આગળ ચાલીને રસ્તા પર જતી હતી ત્યારે મારી પાછળથી એક ઓટો રીક્ષા આવતી હોય અને તે ઓટો રીક્ષા મારી પાસે આવી ઉભી રાખેલ અને મને પુછેલ કે તમારે ક્યા જાવુ છે જેથી મે જણા વેલ કે મારે મવડી ગામ બાપાસીતા રામ ચોક માં જવુ છે જેથી આ રીક્ષામાં આગળ એક રીક્ષા ડ્રાઈવર અને પાછળ ની સાઈડ માં ત્રણ વ્યક્તી બેઠા હોય અને તેમા એક પુરૂૂષ તથા બે મહીલા બેઠા હોય અને આ એક પુરૂૂષ નીચે ઉતરીને મને ક હેલ કે તમો બેસી જાવ અને હુ બેસી ગઈ અને થોડેક આગળ જતા ચાલૂ રીક્ષામાં આ ત્રણેય માણસો ધક્કા મુકી કરવા લાગ્યા હતા.
બાદમાં મવડી ગામ તરફ જતો પુલ આગળ પાસે પહોચતા ત્યાં આગળ મવડી ગામ, અવધ રેસીડેન્સી પાસે મેઇન રોડ ઉપર આ ઓટો રિક્ષા ડ્રાઈવરે મને કહેલ કે આગળની બાજુ પંચર પડી ગયેલ છે.તમે અહીયા ઉતરી જાવ અને હુ ઉતરી ગઈ અને મે કહેલ કે તમારૂૂ ભાડુ લઈ લયો પણ તેઓ ભાડુ લીધા વગર જતા રહેલ હતા અને અચાનક મારી નજર ડાબા હાથ પર પડતા મારી સોનાની બે લાખની એક બંગડી જોવામાં આવેલ નહી.જેથી પુત્રને જાણ કર્યા બાદ તાલુકા પોલીસ મથકે પહોંચી રીક્ષા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.