For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્ત

05:20 PM Mar 10, 2025 IST | Bhumika
પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ  બે બૂટલેગર ઇજાગ્રસ્ત

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં બંને બૂટલેગર ઘવાયા હતા જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા એકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે દારૂૂ અને કાર સહિત કુલ રૂૂ.3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આજી ડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગોહિલ અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ રવિવારે બપોરે ભાવનગર હાઇવે પર કાળીપાટ નજીક પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળી હતી કે, ચોક્કસ નંબરની કાર ત્રંબા તરફથી આવી રહી છે અને તેમાં દારૂૂનો જથ્થો છે, કાળીપાટના પાટિયા નજીક પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ શરૂૂ કરી દીધું હતું અને નિયત નંબરની કાર પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ ચાલકે કાર ભગાવી હતી.

Advertisement

પોલીસે ભાગી રહેલી ઈકો કારનો પીછો શરૂૂ કર્યો હતો, કાર ઠેબચડા તરફ જવાના રસ્તે પહોંચી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી, કારમાં બેઠેલા બંને શખ્સ ભાગે તે પહેલા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને વીડિયોગ્રાફી શરૂૂ કરી દીધી હતી, પોલીસે કારમાંથી જસદણના બોઘરાવદરના મયૂર બકુલ ગોસાઈ અને રાજેશ જીવરાજ રામાણીને બહાર કાઢ્યા હતા અને કારની તલાશી લેતા કારમાંથી રૂૂ.20,216નો 32 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે દારૂૂ અને કાર સહિત કુલ રૂૂ. 3,20,216નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર પલટી જતાં રાજેશ જીવરાજ રામાણી (રહે. બોધરાવદર,જસદણ) અને મયૂર બકુલભાઈ ગોસાઈ(રહે.જસદણ) બંનેને ઇજા થઈ હતી. જોકે રાજેશને ગંભીર ઇજા થઇ હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મયૂરની પોલીસે ધરપકડ કરી હતી. દારૂૂનો જથ્થો ક્યાંથી લઇને આવતા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂૂ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement