ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આર્મી જવાનોને હનીટ્રેપમાં ફસાવી જાસૂસી કરાવવાનું કારસ્તાન

05:38 PM Dec 04, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત એ.ટી.એસ.એ મહિલા અને નિવૃત્ત સુબેદારને ઝડપી લઇ કરેલો પર્દાફાશ

Advertisement

મહિલાને 50 લોકોના મોબાઇલ નંબર આપી મિશન સોંપ્યુ, સુબેદારને ફસાવી સંવેદનશીલ માહિતી મેળવી

 

ગુજરાત એટીએસની ટીમે દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાને પૂરી પાડી જાસૂસી કરતી દમણની મહિલા અને ગોવામાં રહેતા આર્મીના નિવૃત સુબેદારની ધરપકડ કરી હતી. આ બન્નેની પુછપરછમાં ચોકાવનારા ખુલાસા થઇ શકે છે.પકડાયેલ મહિલા આર્મીના જવાનોને હનીટ્રેપમાં ફસાવી ગુપ્ત માહિતી પાકિસ્તાનના સરગોધાના અબ્દુલ સત્તાર અને લાહોરના ખાલીદને મોકલતી હતી. તેમજ આર્મીનો નીવુત સુબેદારે દીમાપુરમાં પોસ્ટીંગ સમયે ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી હોવાનું ખુલ્યું હતું.

ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી કે, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્લિકેશન અને ખોટી ઓનલાઈન ઓળખ દ્વારા ભારતીય પુરુષો અને મહીલાઓ તેમજ સુરક્ષા સંબંધિત માણસો ને આર્થિક મદદના બદલામાં ગુપ્ત અને સંવેદનશીલ માહીતી મેળવવામાં આવી રહી છે. દેશ વિરોધી કૃત્યને અંજામ આપવાનાર અગે વિગતો મેળવી એટીએસના પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થનાઓની આગેવાનીમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પી.આઈ વી.એન. વાઘેલા, ઇ. ડી.વી.રાઠોડ, એચ.એમ.નિનામાની ટીમને મળેલી બાતમીને આધારે મૂળ બિહારના ભોજપુર જીલ્લાના બરૂૂણા ગામના વતની અને હાલ ગોવાના પાલાવરા, ડ્રિંક એન્ડ ડ્રાઇવ પાર્ક, એમ્પાયર સ્પોર્ટ્સ એરેના સામે, નુએમ, મડગાંવ રહેતા આર્મીના નિવૃત સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસીંગ સીંગ (ઉ.વ.47) ની ધરપકડ કરી હતી.

તપાસ કરતા જાણવા મળ્યું કે, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ નામના નિવૃત્ત આર્મી સુબેદાર સાથે તેઓના દીમાપુર પોસ્ટીંગ વર્ષ 2022 દરમ્યાન સંપર્કમાં આવેલ. જે બાદ પીઆઇઓ દ્વારા અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ વગેરે માહિતી માગતી હતી. જે અંગે તેઓએ અધિકારીઓની બદલી અને જુદી જુદી યુનિટોની મુવમેન્ટ વગેરે માહિતી શેર કરી હતી. આ ઉપરાંત પીઆઇઓ એ અજયકુમારના મોબાઈલમાં ટ્રોઝન માલવેર ફાઇલ મોકલવામાં આવેલ. જે અજયકુમારને મોબાઈલમાં સેવ કરી ઇન્સટોલ કરવા જણાવેલ જેથી વોટ્સએપ મારફતે તમામ સંવેદનશીલ માહિતી મોકલવાની જરૂૂર ન પડે અને પીઆઇઓ તેનો ડાયરેક્ટ એક્સેસ કરી શકે.

આ કેસમાં વધુ તપાસ કરતા ઉતરપ્રદેશના જૌનપુર જીલ્લાના મડીયાહુ તાલુકાના મીઠાપુરની વતની અને હાલ દાદરા હવેલી નગર રૂૂમ નં-05, સંજય પટેલની ચાલ, ટીગરા ચાર રસ્તા પાસે રહેતી રાશમની રવીન્દ્રપાલ (ઉ.વ.35) નામની મહિલાનું નામ ખુલ્યું હતું. રાશમનીની પ્રાથમિક પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે પાકિસ્તાની હેન્ડલરો માટે તે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. પીઆઇઓ અબ્દુલ સત્તાર અને ખાલીદ દ્વારા રાશમનીને નાણાકિય લાભના બદલામાં પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને જે ભારતીય આર્મીના જવાનોની માહિતી સત્તાર અને ખાલીદ શેર કરે તેઓની સાથે મિત્રતા કરવા અને તેનાથી આર્મીની ખાનગી માહિતી મેળવવાની સુચના અપાઈ હતી. જે માટે સમયાંતરે તેને ઘણા બધા મોબાઈલ નંબરોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. જે પૈકી તેણીએ સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી કરેલ હતી.

આ ઉપરાંત હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સની યુધ્ધ અભ્યાદ અને મુવમેંટ અંગે ખાસ તપાસ કરવા જણાવેલ. અહી ઉલ્લેખનીય છે કે રાશમની સત્તારના પાકિસ્તાની નંબર( 92) સાથે સીધા સંપર્કમાં હતી. આ સાથે રાશમનીએ વિવિધ નાણાકિય વ્યવહારો દ્વારા રૂૂપિયા મેળવવા એરટેલ પેમેન્ટ બેન્કમાં નવું ખાતુ ખોલાવેલ. ઉપરોક્ત માહિતી અંગેની વિગતો, આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટસએપ કોલ અને દસ્તાવેજો તથા નાણાકિય વ્યવહારોની વિગતો ઈસમોના મોબાઈલમાંથી મળી આવેલ છે. આ સાથે પીઆઇઓની આઇપી એડ્રેસની ચકાસણી કરતા અંકિતા શર્મા ઉર્ફે રાધિકા મુલતાન અને સરગોધા, પાકિસ્તાન ખાતેથી, અબ્દુલ સત્તાર લાહોર, પાકિસ્તાન ખાતેથી અને ખાલીદ વીપીએન તેમજ મલેશિયન નંબરનો ઉપયોગ કરી પાકિસ્તાન ખાતેથી ઓપરેટ કરતા હોવાનું જણાઈ આવેલ છે.

Tags :
ATScrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement