ગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો
શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગની ઘટનાએ રાજકોટમાં ગુનેગારો માથે પોલીસની પકડને ઉજાગર કરી હતી. આ ઘટનામાં એસોજી પોલીસે ધરપકડ કરેલ આરોપી અમન પીપરવાડીયાને કસ્ટડીમાં ગભરામણ અને છાતીમાં દુ:ખાવો થતા તત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
આ વર્ષની શરૂૂઆત એટલે કે સંક્રાતિમાં પેંડા ગેંગ અને મૃગા વચ્ચે એક મહિલાને લઈને શરૂૂ થયેલી માથાકુટમાં ત્રણ વાર સામસામે ફાયરિંગની ઘટના બની હતી. તેવામાં ગત બુધવારે મોડી રાત્રીના મંગળા મેઈન રોડ પર એક હોસ્પિટલ પાસે બંને ગેંગના સભ્યો આમને સામને આવી જતાં ફરી સામસામે ધાણીફૂટ ફાયરિંગ થયું હતું. જો કે મામલો પોલીસ સુધી ન પહોંચે તેથી આ વાતનું સમાધાન પણ થઈ ગયું હતું પણ અહીં રહેતા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા બુધવારે સવારે બનવાની જાણ પોલીસને કરતાં મામલો સામે આવ્યો હતો જે બાદ પોલીસે ફરિયાદી બની આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.આ પ્રકરણમાં જંગલેશ્વર શેરી નં 1 માં રહેતો 19 વર્ષીય અમન અલ્તાફભાઈ પીપરવાડીયા સંડોવાયેલ હોય ત્યારે પોલીસે શનિવારે તેના સહિત બે આરોપીઓને દબોચી લીધા હતા.
એસ.ઓ.જી દ્વારા ત્રણેય આરોપીઓને ઘટના સ્થળ લઈ જઈ બનાવનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતાં જાહેરમાં હાથ જોડીને પાપા પગલી ભરી લંગડાતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ શનિવારે રાત્રિના 8 વાગ્યા આસપાસ પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી અમને પોતાને ગભરામણ અને છાતીમાં દુ:ખાવો થતો હોય તેવી ફરિયાદ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપીને ગેસ સબંધિત તકલીફ થઈ જતાં તબિયત લથડી હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ આરોપીની પોલીસ જાપ્તા સાથે સારવાર શરૂૂ છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ રજા આપવામાં આવશે.
