તળાજાના સરતાનપર ગામમાં 85 વર્ષના વૃધ્ધાને છરી બતાવી લાજ લૂંટી
છરી લાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકે ધૃણાસ્પદ કહી શકાય તેવી દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ છે.જેમાં સરતાનપર બંદર ના ઇસમે 85 વર્ષ ની વૃદ્ધા ને શિકાર બનાવી છે.વૃદ્ધા પ્રતિકાર ન કરે તે માટે ઇસમે છરી બતાવી ડાબા હાથે ઇજા કરી હવસ સંતોષી હતી.પોલીસે ઈસમ ની શોધખોળ હાથ ધરી છે.85 વર્ષ ની વૃદ્ધા સાથે મરજી વિરુદ્ધ છરીની અણીએ શારીરિક સબંધ બાંધ્યાં ની નોંધાઇ છે.ભાવનગરના તળાજા તાલુકાનાવસરતાનપર ના મહેશ મનુભાઈ ચુડાસમા નામના ઈસમ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ મા ભોગ બનનાર પોતાની દીકરીના ઘરે ઓસરી મા સુતા હતા.રાત્રીના 3 થી 4 વાગ્યા ના અરસામાં આરોપી મહેશ ચુડાસમા એ ઓસરી મા સૂતેલી વૃદ્ધા નું મો દબાવી,છરી ડાબા હાથે મારી ધમકી આપી ને ગંદો ખેલ ખેલ્યો હતો.
તળાજા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપી ને પકડી પાડવા, તેમના વિરુદ્ધ કેસ મજબૂત કરવા માટે સાયન્ટિફિક સહિત સ્થળપર ના જોઈતા પુરાવાઓ એકઠા કરવા તપાસ હાથધરી છે.