એમ્પલ ક્રેડિટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ
રાજકોટની એમ્પલ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી મેળવેલ લોન ભરપાઈ માટે આપેલ ચેક રિટર્ન અંગેના ફોજદારી કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને રૂૂ. 1.17 લાખ વળતર એક માસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર ગણેશ વિદ્યાલય પાસે આવેલ દર્શન પાર્કના રહેવાસી હરેન્દ્ર ચંદ્રકાંતભાઈ લશ્કરીએ એમ્પલ ફ્રેડિટ કો-ઓ. સોસાયટી લી. રાજકોટમાંથી લીધેલી રૂૂા.1 લાખની લોનના ચડત હપ્તા સહિતની લોન ભરપાઈ કરવા રૂૂા.1.17 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમને કારણે રિટર્ન થયો હતો. આ અંગે લીગલ નોટિસ ફટકારવા છતાં હરેન્દ્ર ચંદ્રકાંતભાઈ લશ્કરીએ ચેકવાળી રકમ બેન્કમાં ભરપાઈ કરેલ નહિં. આથી ક્રેડિટ સોસાયટીના મંત્રી વલ્લભભાઈ થોભણભાઈ ઠુમ્મરે રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી, આ કેસ ચાલવા ઉપર આવતા ક્રેડિટ સોસાયટી તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરિયાદીના એડવોકેટ નીલેશ જી. પટેલની દલીલો તથા રજુ કરવામાં આવેલ સુપિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે હરેન્દ્ર ચંદ્રકાંતભાઈ લશ્કરી સામેનો કેસ સાબિત માની હરેન્દ્ર લશ્કરીને એક વર્ષની સજા તેમજ ફરીયાદીને ચેક જેટલી રકમનું વળતર એક માસમાં ચુકવવા તેમજ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી ક્રેડિટ સોસાયટી વતી એડવોકેટ નીલેશ જી. પટેલ, રેખાબેન ઓડેદરા, રીધ્ધીબેન પીલોજપરા, દિપાલીબેન નકુમ રોકાયા હતા.