મંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈ
ભાવનગર શહેરમાં રહેતા એક રત્નકલાકાર યુવક સાથે તેના જ માસીના દિકરાએ હીરા ઊંચા ભાવે વેચાવાનું કહી 14 લાખની ઊપરાંતની ઠગાઇ આચરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ હિરા બજારમાં મંદી હોય જેને લઇને હિરા વેચવા માટે માસીના દિકરાને આપતા તેના જ પિતરાઇ ભાઇએ રૂૂા. 14.29 લાખથી વધુના રૂૂપિયા ઓળવી જઇ છેતરપિંડી આચરતા રત્નકલાકારે બોરતળાવ પોલીસ મથકમાં તેના જ પિતરાઇ ભાઇ વિરૂૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
હિરા બજારમાં મંદી ચાલી રહી છે અને રત્નકલાકારોના હિરાનું વેચાણ ન થતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે શહેરના એક રત્નકલાકાર સાથે તેના જ સગા માસીના દિકરાએ ઊંચા ભાવે હિરા વેચાવાનું કહી રૂૂા. 14.29 લાખની ઠગાઇ આચરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વિજયરાજનગર પ્રગતીનગર મંડળ વાડીની બાજુમાં રહેતા હરેશભાઇ હિરાભાઇ ભલાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ એક માસ અગાઉ સુરત ખાતે રહેતા તેના માસીના દિકરા પ્રકાશ દિલીપભાઇ ગાબાણી હિરાની દલાલી કરતો હોય જેને તેના હિરા કટકે કટકે બે વખત કુલ 83 કેરેટ 68 સેન્ટ, કિ.રૂૂા. 14,29,240 કિંમતના હિરા સુરત ખાતે ભાવનગરથી આંગડિયા મારફતે મોકલ્યા હતા. જે બાદ પ્રકાશ ગાબાણીએ જોગાણી કંપનીને વેચાણ કર્યાનું હરેશભાઇને જણાવેલ પરંતુ તે બાદ અવાર નવાર રૂૂપિયાની ઉઘરાણી કરતો, જુદા જુદા બહાના બતાવતો હોય અને ફોન બંધ કરી દેતા હરેશભાઇ સાથે છેતરપિંડી થઇ હોવાની ખાતરી થતાં તેના જ માસીના દિકરા પ્રકાશ દિલીપભાઇ ગાબાણીએ રૂૂા. 14,29,240 ની ઠગાઇની બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.