For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

11:33 AM Sep 26, 2025 IST | Bhumika
દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા  સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારના કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પર રહેલા એલ્યુમિનિયમના વાયર ગત તા. 8 સપ્ટેમ્બરથી તા. 18 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

Advertisement

રૂૂ. 9,53,750 ની કિંમતના 2800 મીટર (2725 કિલોગ્રામ) ના આ વાયરની ચોરી થવા સબબ ભાટીયા ગામના રહીશ દેવેન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement