દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત
ચલાલમાં ધારી રોડ પર રેલવે ફાટક નજીક દારૂૂ પીવાના કારણે લોહીની ઉલ્ટી થતા 33 વર્ષિય યુવકે ગળામાં અને પેટના ભાગે બ્લેડના ચરકા કરી દીધા હતા. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
ચલાલામાં અમરેલી રોડ પેટ્રોલપંપ પાસે રહેતા શ્યામભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.30)એ પોલીસને જણાવ્યું હતું કે મુળ અમરેલીના સાવરકુંડલા રોડ ગુજકો વિસ્તારમાં રહેતા અને હાલ ચલાલામાં અમરેલી રોડ પર વસવાટ કરતા રાજુભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.33)ને દારૂૂ પીવાની ટેવ હતી. દારૂૂ પીવાથી લોહીની ઉલ્ટી થઈ હતી.
જેના કારણે રાજુભાઈ રાઠોડે 8 સપ્ટેમ્બરના રોજ ચલાલામાં ધારી રોડ રેલવે ફાટક પાસે ગળામાં અને શરીરે બ્લેડના ચરકા કરી દીધા હતા. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન રાજુભાઈ રાઠોડનું મોત થયું હતું. આ અંગે ધારી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બગડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ધારીના ઢોલરવામાં 20 વર્ષિય યુવતિનું કુવામાં પડી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગે ચલાલા પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ધારીના ઢોલરવામાં રહેતા ચંપુભાઈ વાસુરભાઈ ધાધલે પોલીસને જણાવ્યું હતું કે નીરૂૂપાબેન ચંપુભાઈ ધાધલ (ઉ.વ.20)ને મનમાં લાગી આવતા 22 સપ્ટેમ્બરના રોજ સાંજે છએક વાગ્યાના સુમારે વાડીના કુવામાં પડી જઈ ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગે ચલાલા પોલીસને જાણ કરવામાં આવતા એએસઆઈ માધવજીભાઈ ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે. યુવતીને શા કારણે મનમાં લાગી આવ્યું તે મુદ્દે પોલીસે તપાસ શરૂૂ કરી છે.