અક્ષરધામ સોસાયટીનો હિરેન સુધરતો જ નથી, ત્રીજીવાર બોગસ તબીબ તરીકે ઝડપાયો
રાજ્યભરમાંથી બોગસ તબીબો ઝડપાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે.રાજકોટ નજીકના ખોરાણા ગામમાંથી પણ એસઓજીએ ધો. 12 પાસ નકલી તબીબ હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ.36)ને ઝડપી લીધો છે.ચોંકાવનારી વાત એ છે કે હિરેનને 2022માં બી ડિવિઝન અને 2023ની સાલમાં એસઓજીએ ઝડપી લીધો હતો.આમ છતાં આ કાર્યવાહીનો કોઈ ફરક પડ્યો. ન હોય તેમ તેણે ફરીથી ડોક્ટર તરીકેની પ્રેકિટસ શરૂૂ કરી દીધી હતી.
તે મોરબી રોડ જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી શેરી નં.4માં રહે છે.એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળતા ખોરાણા ગામે રામજી મંદિર પાસે આવેલ ધ્વનિ ક્લિનિકમાં દરોડો પાડી હિરેનને ઝડપી લીધો હતો.તેની ક્લિનિકમાંથી એસઓજીએ હોસ્પિટલના જુદા-જુદા સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેકશનો અને રોકડ રકમ રૂૂા. પર0 મળી કુલ રૂૂા. 20,510નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેના વિરૂૂધ્ધ એસઓજીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ આગળ ધપાવી છે.