અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધા
સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ બનાસકાંઠાના ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.27)એ ગીરવે મુકેલા દાગીને પેટે રૂૂા. 15 લાખના લોનના બદલે 15,60 લાખ ચૂકવી દીધા છતાં પંકજ કિશોરભાઈ વાયાનામના શખ્સે અસલ સોનાના ઘરેણાંના બદલે ખોટાં ઘરેણાં આપી વિશ્વાસઘાત કર્યાની ગાંધીગ્રામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ભગવાનસિંહે પોલીસને જણાવ્યું કે, તેઓ હિંમત ગોલ્ડ સેન્ટરમાં પાંચ મહિનાથી નોકરી કરે છે તેની મેઇન ઓફિસ અમદાવાદના માણેક ચોક ખાતે આવેલી છે તેમના માલિક અભેસિંગ હેમંતસિંહ રાજપુત છે જેવો અમદાવાદમાં રહે છે અને ફરિયાદી ભગવાનસિંહ પાંચ મહિનાથી રાજકોટની ઓફિસ જે સોની બજારમાં આવેલી છે તે ચંદનસિંહ જાલમસિંહ રાજપૂત અને ગોવિંદસિંહ રાજપુત સાથે સંભાળે છે.ગઈ તા. 24ના તેની સાથે કામ કરતા ચંદનસિંહને હેડ ઓફિસથી ફોન આવ્યો હતો અને તેને ચંદનસિંહે જણાવ્યું હતું કે લાલજીભાઈ જોગરાણા (રહે. લીંબડી)એ 177.80 ગ્રામ સોનું ગીરવે મુકેલ છે. તે સોનું વેચાણ કરવું છે.જે બાબતે અમારી 365 સીઆરએમ નામની એપ્લિકેશનમાં તેમની ડિટેઇલ આવી હતી ત્યારબાદ 25/11ના રોજ લાલજીભાઈ જોગરાણનો કોલ ચંદનસિંહને આવ્યો હતો અને સોનાના ઘરેણાં વેંચવા એડ્રેશ બાબતે વાતચીત કરી હતી.ત્યારબાદ ઘરેણાં છોડાવવાની પ્રોસીઝર ચાલુ કરતા આગલા દિવસે ગોવિંદસિંહ રાજપૂત 16 લાખ રૂૂપિયા કેશ અમદાવાદ વાળી ઓફિસેથી રૂૂબરૂૂ લઇ આવ્યા હતા.
બાદમાં લાલજીભાઈ સાથે વાતચીત કરી તે સહિત ત્રણેય અયોધ્યા ચોક પાસે આવેલી ક્રિષ્ના ફાઈનાન્સની ઓફિસે ગયા હતા.જ્યાં તેના માલિક આરોપી પંકજને મળી ઘરેણાંનો હિસાબ કરી રૂૂા. 15.60 લાખ આરોપીને આપ્યા હતાં. આ સમયે આરોપીએ 177.90 જેટલા વજનના ઘરેણાં આપ્યા હતા.થોડીવાર બાદ લાલજીભાઈએ તેને કોથળી આપી હતી.જેજોતા તેમાં 22 કેરેટનો હોલમાર્ક હતો. જે ઘરેણાં ચેક કરતાં ખોટા જણાતા સોનીબજારમાં તપાસ કરાવતાં એક ગ્રામ સોનાના ખોટા હોવાનું જાણવા મળેલ હતું. જ્યારે આરોપીએ કાલે આવવાનું કહેતા તે બીજા દિવસે ઓફિસે જતા તે બંધ હતી અને આરોપી ફોન પણ ઉપાડતો ન હોવાથી અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પીએસઆઇ એમ.વી.જાડેજા અને સ્ટાફે આરોપીને સંકજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
