અમદાવાદના કપડાના વેપારીને ક્રિપ્ટોમાં ઉંચા વળતરની લાલચ આપી 2 કરોડની છેતરપીંડી
નાના ચિલોડાના એક 44 વર્ષીય ઉદ્યોગપતિ સાથે નાગપુરના ચાર માણસો દ્વારા ક્રિપ્ટોમાં ઉંચુ વળતરની લાલચ આપીને ઓનલાઈન રોકાણના નામે રૂૂ. 2.05 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
ઓગસ્ટ અને ડિસેમ્બર 2022 ની વચ્ચે થયેલી આ છેતરપિંડી બાબતે વેપારીએ પોલીસનો સંપર્ક કર્યા પછી ફરીયાદ નોંધાવી હતી. નાના ચિલોડામાં ગાર્મેન્ટ રિટેલ આઉટલેટ ચલાવતા ફરિયાદીને તેના સાળા દ્વારા ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ કંપની સાથે પરિચય કરાવ્યો હતો, જેણે ઉચ્ચ વળતરનું વચન આપ્યું હતું. આરોપી ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપી હતી. ઉદ્યોગપતિ તેમાંથી એકને નાગપુરમાં મળ્યો હતો.
આરોપીએ તેને કંપનીની ક્રિપ્ટોકરન્સી - આધારિત યોજનાઓમાં રોકાણ કરવા માટે સમજાવ્યો હતો, કંપનીના બ્રોશરમાં દર્શાવ્યા મુજબ વિદેશ પ્રવાસો અને લક્ઝરી કાર જેવા ઉચ્ચ વળતર અને ઇનામની ખાતરી આપી હતી.
ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022 ની વચ્ચે, ફરિયાદીએ રોકાણ પ્રક્રિયાના ભાગ રૂૂપે નાગપુર અને સુરતમાં જુદા જુદા ખાતાઓ અને કુરિયર એજન્ટોને લગભગ 2.18 કરોડ રૂૂપિયા ટ્રાન્સફર કર્યા. શરૂૂઆતમાં તેમને વળતર તરીકે લગભગ 13 લાખ રૂૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ તે વર્ષના ડિસેમ્બર સુધીમાં ચુકવણી બંધ થઈ ગઈ.
જ્યારે તેમણે બાકીની રકમ વિશે પૂછપરછ કરી, ત્યારે આરોપીએ કંપનીના સર્વર ડાઉન હોવાનું વારંવાર નવા બહાનાઓ આપીને ચુકવણી કરવાનું ટાળતા હતા. ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ હતી, અને તેમનો રોકાણ આઇડી અને તેની સાથે જોડાયેલ ડિજિટલ વોલેટ નિષ્ક્રિય થઈ ગયો.
આરોપી સાથે બે વર્ષ સુધી ફોલો-અપ કર્યા પછી પણ કોઈ ચુકવણી કરી નહી અંતે વેપારીએ એફઆઇઆર નોંધાવી. અમદાવાદ ડીસીબીએ વિશ્વાસઘાત, એજન્ટ દ્વારા વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું સંબંધિત આઇપીસીની કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે.
