For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયું

03:37 PM Dec 07, 2024 IST | Bhumika
ગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ  8 માસમાં 42 કરોડનું સોનું પકડાયું
Advertisement

ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન કસ્ટમ વિભાગે 113 કેસ કરીને 63 કિલો સોનું જપ્ત કર્યું છે કે જેની આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત 42 કરોડ થાય છે. કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી કરતા 23 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સોનાની દાણચોરી કરનારાં લોકો જાત જાતના નુસખા અજમાવે છે તેથી કસ્ટમ્સ વિભાગે પણ સતર્ક રહેવું પડે છે. એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને જરાક પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો તરત તેની જડતી કરાય છે. મોટા ભાગના કિસ્સામાં આવી વ્યક્તિ દાણચોરીના સોના સાથે ઝડપાય છે.

Advertisement

એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ પેસેન્જર્સના પ્રોફાઈલની તપાસ કરીને કસ્ટમ્સ વિભાગને માહિતી પૂરી પાડે છે. પેસેન્જર વિદેશની કેટલી ટ્રીપ મારી તેનો પણ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર દાણચોરીની વધેલી ઘટનાઓના કારણે હાલ એરપોર્ટ ઉપર બે નવા લેટેસ્ટ ટેકનોલોજી સાથેના બેગેજ સ્ક્રિનિંગ મશીનો મૂકવામાં આવેલા છે. હાલ એરપોર્ટ ઉપર સાત આવા પેકેજ સ્ક્રિનિંગ મશીનો છે જે હેન્ડબેગ ચેકિંગ કરવા ગ્રીન ચેનલ રેડ ચેનલ અને એર ઇન્ટેલિજન્ટ યુનિટ પાસે રાખવામાં આવ્યા છે. જેના કારણે કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાના પ્રયત્નો કરનાર પકડાઈ જાય છે આઠ મહિનામાં 42 કરોડનું દાણચોરીનું ગોલ્ડ પકડવામાં આવ્યું છે સાથે સાથે કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ આવતા પાર્સલોની ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ હાલમાં દુબઈ સહિતનાં સ્થળેથી દાણચોરીનું સોનું લાવવાના સ્પોટ તરીકે કુખ્યાત થઈ રહ્યું છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે, કસ્ટમ્સ વિભાગ પાસે પોતાના સ્નિફર ડોગ્સ નથી. સ્નિફર ડોગ્સ હોય તો કોઈ પણ શંકાસ્પદ સામાન સૂંઘીને તરત કસ્ટમ્સના સ્ટાફને એલર્ટ કરી શકે. કસ્ટમ વિભાગ હાલ સીઆઇએસએફ કે પોલીસના સ્નીફર ડોગની મદદથી પેસેન્જર્સના બેગેજની તપાસ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement