For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયા

11:17 AM May 15, 2025 IST | Bhumika
મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી  પાંચ ધવાયા

મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન થયા બાદ બે પક્ષો તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી જતા બંને પક્ષે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી અને છુટા કાચની બોટલ અને પથ્થરના ઘા કરી મારામારી કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મોરબીના લાતીપ્લોટ શેરી નં 10, જોન્સનગરમાં રહેતા મુસ્તાક કાસમ સંધવાણીએ આરોપીઓ મહમદ કાસમ થઈમ, મહેબુબ કાસમ થઈમ, કાસમ ખમીશા થઈમ અને જલાબેન કાસમ થઈમ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પાંચેક માસ પૂર્વે આરોપી મહમદ થઈમએ ફરિયાદીની બહેનની છેડતી કરી હતી જે અંગે માથાકૂટ થઇ હતી અને ઘરમેળે સમાધાન થયું હતું જેનો ખાર રાખી આરોપીઓએ ઘર પાસે આવી ફરિયાદીના પિતા કાસમભાઈ સંધવાણીને મારી નાખવાના ઈરાદે માથામાં તલવારના ઘા મારી ગંભીર ઈજા કરી ડાબા હાથમાં તલવારથી ઈજા કરી તેમજ મહેબુબ કાસમે ફરિયાદીના ભાઈ અસ્લમને છરીના ઘા મારી ઈજા કરી તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદી મુસ્તાકને અને મુસ્તાકના મમ્મી ફાતમાબેનને શરીરે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે ફરિયાદી મહમદ કાસમ થૈયમેં આરોપીઓ મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી અને કાસમ સંધવાણી રહે જોન્સનગર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ચારેક વર્ષ પૂર્વે ફરિયાદી મહમદને આરોપી કાસમની દીકરી જેનમ સાથે પ્રેમસંબંધ હતો જેનો ખાર રાખી ગત રાત્રીના આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીનો ભાઈ મહેબુબ આવી જતા મારી નાખવાના ઈરાદે માથામાં છરીના ઘા મારી ગંભીર ઈજા કરી તેમજ હાથે અને ખભાના ભાગે ઈજા પહોંચાડી છૂટી કાચની બોટલો અને પથ્થરોના ઘા કરી ફરિયાદીના ભાઈને ડાબા ખભાના ભાગે ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે જે બઘડાટીમાં બે જેટલા વાહનોના કાચ તૂટ્યાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement