રિલાયન્સ કંપનીમાં ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને લઇ ગયા બાદ ગઠિયાએ ધ્રોલના શખ્સને વેચી માર્યું
બોટાદના શખ્સે ધ્રોલના કૌટુંબિક શખ્સ સામે રાજકોટમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી
બોટાદના રોજમાડ ગામે રહેતા ગોરાભાઇ ભોપાભાઈ ગમારા (ઉ.વ.36)નું ટ્રેકટર અને ટ્રોલી જામનગરની રિલાયન્સ કંપનીમાં 30 હજારના ભાડે મુકવા મામલે ધ્રોલના પિયાવા ગામે રમેશ હકુભાઈ ભૂંડિયા લઈ ગયા બાદ પરત નહીં આપી છેતરપીંડી કરી ટ્રેકટર અને ટ્રોલી બારોબાર ધ્રોલના પાંચાભાઈ હકુભાઇ વરુને આપી ઠગાઇ આચરી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
અમારી પાસે છેલ્લા એકાદ વર્ષથી અમારા મામા વિહાભાઈ બિજલભાઈ સોહલાનાઓના નામનું ટ્રેકટર અને ટ્રોલી સાથે અમારી પાસે હોય જે ટ્રેકટરનો ઉપયોગ અમે ખેતરમાં ખેતીકામ તથા ખાતર પાણી સાર ઉપયોગ કરતાં હતા આ ટ્રેકટરના ખરા માલિક મારા મામા વિહાભાઇ બિજલ ભાઇ સોહલા હોય અને જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના પિયાવા ગામ ખાતે રહેતા રમેશભાઇ હકુભાઇ ભુંડીયા જે અમારા પરીચીત હોય જેઓએ ગઇ તા.21/07/2025 ના રોજ ફોન કરી અમને જણાવેલ કે મે જામનગર રીલાયન્સ કંપનીમાં પાકા બાંધકામવાળા સ્ટ્રક્ચર ક્યારાનો કોન્ટ્રાક્ટ રાખેલ છે મારે ટ્રેકટરની જરૂૂર છે.
તમે તમારું ટ્રેકટર મને આપો એક ટ્રેક્ટરનું દર માસનું ભાડુ રૂૂપીયા 30,000/ હું તમને આપીશ. જેથી હું તેમના ઉપર ભરોસો રાખી તા.22/07ના બપોરના માધાપર ચોકડી ખાતે અમારું ટ્રેક્ટર ટ્રોલી સાથેનું લઇને ગયેલ અને જ્યાં આ રમેશભાઈ હકુભાઈ ભુંડીયા હાજર હતા તેણે મને કહેલ કે અમારે તમારા આ ટ્રેકટર સાથે ટ્રેકટરના અસલ કાગળો તેમજ ટ્રેકટરના માલિકની આધારકાર્ડની ઝેરોક્ષ અમારે જામનગર રીલાયન્સ કંપનીના ગેટ ઉપર આ ટ્રેકટરની એન્ટ્રી માટે ગેટ પાસ કઢાવવા જરૂૂરીયાત હોય જેથી અમે આ રમેશભાઇને અમે અમારા ટ્રેકટર સાથે અમારા મામા વિહાભાઇ બિજલભાઇ સોહલાના નામની ટ્રેકટરની ઓરીઝનલ આર.સી.બુક તથા મારા મામાની આધારકાર્ડની ઝેરોક્ષ અને મારા મામાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપ્યા હતા. બાદમાં ગઇ તા.07/08ના રોજ અમારા મિત્ર સર્કલથી અમને જાણ થયેલ કે અમે આ રમેશભાઇને આપેલ અમારા મામા વિહાભાઈના નામનું ટ્રોલી સાથેનુ ટ્રેક્ટર આ રમેશભાઇએ કોઈ પાંચાભાઈ હકુભાઈ વરુના નામે કરી દિધેલ છે.તેમજ આરોપી રમેશનો મોબાઈલ પણ બંધ આવતો હોય પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ સોનલબેન ગોસાઈ તપાસ ચલાવી રહ્યા છે.
