For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યો

04:19 PM Jul 05, 2025 IST | Bhumika
ડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યો

ડેટિંગ એપ પર પરિચય થયા બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરી પૈસા કમાવવા ગયેલા રવિભાઈ જગદિશભાઈ વીરપરીયા (ઉ.વ. 36)એ રૂૂા.13.30 લાખ ગુમાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે જે ચાર બેન્ક ખાતામાં ઠગાઈની રકમ જમા થઈ હતી તેના ધારકો સામે સાયબર પોલીસમાં ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

Advertisement

રણુંજા મંદિર પાસે શિવધામ સોસાયટી શેરી નં.રમાં રહેતાં રવિભાઈ એડવર્ટાઈઝિંગનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગત ફેબુ્રઆરી માસમાં તેણે એક ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું. જેના ફ્રેન્ડ સજેશનમાં શ્રુતિ શર્માનું એકાઉન્ટ દેખાતા તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. તેનું ખરેખર નામ શ્રુતિ શર્મા હતું કે પછી બીજું તેની જાણ નથી. એટલું જ નહીં તે ખરેખર મહિલા હતી કે પુરૂૂષ તેની પણ જાણ ન હતી.ઓનલાઈન ફ્રેન્ડ બન્યા બાદ તેની સાથે વાતચીત શરૂૂ કરી હતી. એક-બીજાનું આર્થિક બેકગ્રાઉન્ડ જાણ્યું હતું. જે દરમિયાન તેણે કહ્યું કે તેની આર્થિક સ્થિતિ ખરાબ છે અને પૈસાની જરૂૂરિયાત છે.

જેથી સામે શ્રુતિ શર્મા નામ ધારણ કરનારે ફોરેક્ષ ટ્રેડીંગમાં સારૂૂ રિર્ટન મળે છે તેમ કહી તેમાં રોકાણ કરવાનું કહ્યું હતું. તેણે હા પાડતાં ડેટિંગ એપ ઉપર ટેલિગ્રામની લીન્ક મોકલી હતી. એટલું જ નહીં બાદમાં એક એકાઉન્ટ પણ ખોલી આપ્યું હતું. તેની સુચના મુજબ તેણે તેની પેઢી અને મિત્રના બેન્ક એકાઉન્ટમાંથી કટકે-કટકે રૂૂા. 13.30 લાખ જમા કરાવ્યા હતા. જો કે બાદમાં તેને રકમ પરત નહીં મળતાં અને જે ડેટિંગ એપ ઉપર શ્રુતિ શર્માનું એકાઉન્ટ હતું તે પણ ગાયબ થઈ જતાં છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. પરિણામે સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement