માતાના આડા સંબંધની જાણ થઇ જતા પુત્રની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી
ભાવનગર જિલ્લાના મહુવાની ખળભળાટ મચાવતી ઘટના, માતાના પ્રેમીએ જ સગીરની લોથ ઢાળી દીધી, આરોપીની ધરપકડ
ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ માલણ નદીના કિનારે કુવામાંથી મહુવા શહેરમાં રહેતા એક મુસ્લિમ સગીરની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામેલ હતી. જે અંગે મહુવા પોલીસે જીણવટ તપાસ કરતા આ સગીરની થયા હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું.અને સગીર યુવક ની માતા ના પ્રેમ સંબંધ માં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું . પોલીસે આરોપી હસન શબ્બીર સલાટને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા મુસ્લિમ સગીર યુવક ઉવેશ સલીમભાઈ કાળવાતર (ઉ. વ.17) નામનો સગીર યુવક બે દિવસથી ઘરે આવ્યો ન હતો તે બાબતે ઉવેશના પરિવારે મહુવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી જેથી મહુવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મહુવાની માલણ નદીના કિનારે આવેલ કુવામાંથી ઉવેશની દોરી બાંધેલી હાલતમાં કૂવામાંથી લાશ મળી આવી હતી લાશ મળી આવતા મહુવા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને સગીર યુવકની લાશને પાણી ભરેલા કૂવામાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવી હતી લાશ બહાર બહાર કાઢીને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.
આ ચકચારી બનાવ અનુસંધાને ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવતાર (રહે ગુલીસ્તાન સોસાયટી મહુવા)એ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મરણ જનાર ઉવેશ સલીમભાઈ કાળવાતરના માતા સમીરાબેન નુ હસન શબ્બીરભાઈ સલાટ (ઉં. વ. 30 રહે નૂર સોસાયટી મહુવા) સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે ઉવેશને જાણ થઈ જતા જે બાબતે મૃતક ઉવેશને અવારનવાર હસન શબ્બીર સલાટ સાથે તકરાર ચાલતી હોય જે બાબતે ઉવેશને ફોન કરીને મહુવાના ભદ્રોડના ઝાપે બોલાવી માલણ નદીના કિનારા પાસે આવેલ એક કૂવા પાસે લઈ જઈ કોઈ પથ્થર વડેમાથાના ભાગે ગંભીર ઇજા કરી દોરીથી બાંધીને હત્યા કરીને કુવામાં ફેંકી દેવાયો હતો. મૃતકના કાકા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરે મહુવા પોલીસમાં આરોપી હસન શબ્બીરભાઈ સલાટ સામે ફરીયાદ નોંધાવી હતી. ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મહુવા શહેરમાં કૂવામાંથી સગીર યુવકની લાશ મળી આવી હતી તે બાબતે મૃતક ઉવેશ સલીમભાઈ કાળવાતર ની માતાને હસન શબ્બીરભાઈ સલાટ સાથે છેલ્લે ઘણા સમયથી આડા સંબંધ હોય જેની જાણ મૃતક ઉવેશને થઈ જતા જેની તકરારમા સગીર યુવકને બોલાવીને હત્યા કરીને લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી. સગીર યુવક મહુવાના વાસીતળાવ વિસ્તારમાં આવેલ એક કાપડની દુકાનમાં કામ કરીને રોજી રોટી કમાતો હતો. મૃતક સગીર યુવક ઉવેશ સલીમભાઈ કાળવાતર અને હસન શબ્બીરભાઈ સલાટ બંને મહુવાના ભાદ્રોડ ના ઝાપે એક મોટરસાયકલ ઉપર જતા સી સી ટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.