દારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલો
05:21 PM Apr 15, 2025 IST | Bhumika
જય જવાન જય કિશાન સોસાયટીનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Advertisement
શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો યુવાન મિત્ર સાથે દારૂ પીવા ગયો હતો ત્યારે મિત્રએ પૈસાની માંગણી કરી ધોકા-પાઇપથી હુમલો કરી મારમારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો નરશી મેરામભાઇ ડાભી (ઉ.વ.30) નામનો યુવાન આજે બપોરે તેના મિત્ર રાહુલ સાથે સ્મશાન નજીક દારૂ પીવા ગયો હતો. ત્યારે તેની પાસે 5000 હોય જેમાં મિત્રને 50 રૂપિયા આપતા રાહુલે હજુ પૈસા આપ તેમ કહેતા નરશીએ પૈસા આપવાની ના પાડતા રાહુલે ઉશ્કેરાય જઇ ધોકા-પાઇપથી હુમલો કરી તેનો પગ ભાંગી નાખ્યો હતો. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બિડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
Advertisement
Advertisement