લોકરક્ષકની પરીક્ષામાં પ્રેમ થયા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું
કેશોદ તાલુકાના એક ગામમાં લગ્નની લાલચ આપી 21 વર્ષીય યુવતી સાથે યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. લોકરક્ષક પરીક્ષા દરમિયાન બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. જે બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપી, 2 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ અંતે લગ્નની ના પાડી દીધી હતી. જેથી અજીત ડાંગર નામના યુવક વિરૂૂદ્ધ દુષ્ક્રર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.
કેશોદ પોલીસમાં જણાવ્યું હતું કે, યુવકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ભોગ બનનાર યુવતી અને દુષ્કર્મ ગુજારનાર યુવક બે વર્ષ પહેલાં ભાવનગર લોક રક્ષક પરીક્ષા આપવા ગયા ત્યારે બંને પરિચયમાં આવ્યાં હતા. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. સમય જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
એક મહિના પહેલા જ આરોપી યુવકના માતા- પિતાએ યુવતી સાથે પોતાના દીકરાની સગાઈની પણ વાત કરી હતી. ત્યારબાદ જ્યારે લગ્નની વાત કરતા આરૂૂપી યુવકના માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ભોગ બનનાર યુવતી ને યુવક દ્વારા લગ્ન કરવાની લાલચ આપી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેને લઈ ભોગ બનનાર ફરિયાદ આપતા અજીત ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.