For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવાર

12:02 PM Jan 24, 2025 IST | Bhumika
નકલી કચેરી  નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવાર

મહેસાણામાં ખોટા દસ્તાવેજ લઇ કસોટી આપવા આવેલો યુવાન ઝડપાયો

Advertisement

ગુજરાતમાં નકલી કચેરીથી માંડી નકલી અધિકારીઓ- કર્મચારીઓ અને ખાણી-પીણીની નકલી ચીજો પકડાયા બાદ હવે પોલીસ ભરતીમાં પણ નકલી ઉમેદવાર પકડાતા ચર્ચા જાગી છે.

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન મહેસાણા ખાતે ખોટા દસ્તાવેજ સાથે એક બોગસ ઉમેદવાર પકડાયો છે. આ ઉમેદવારએ ટેકનોલોજીના માધ્યમથી પોતાના મિત્રના કોલલેટરમાં ચેડાં કરી પોતાનું ખોટું કોલલેટર તૈયાર કર્યું હતું. આ મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને સાવચેત રહીને બોગસ ઉમેદવાર પકડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે.

Advertisement

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રાજ્યભરમાં 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી પ્રક્રિયા ચલાવી રહ્યું છે, જે 8 જાન્યુઆરી 2025થી શરૂૂ થઈ છે. આ પ્રક્રિયા દરમિયાન કોઇ ગેરરીતિ ન થાય તે માટે મોડર્ન ટેકનોલોજી અને મક્કમ મોનીટરીંગ દ્વારા પારદર્શક ભરતી પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ગઈ કાલે, 22 જાન્યુઆરી 2025ના રોજ, મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન દરમિયાન આ બોગસ ઉમેદવાર પકડાયો હતો. તે પોતાના મિત્રના કોલલેટરમાં નામ અને સરનામાની વિગતો બદલી, પોતાનું ખોટું કોલલેટર તૈયાર કરી ભરતીમાં ભાગ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બોગસ ઉમેદવાર વિરુદ્ધ મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇગજ અધિનિયમની કલમ 336(ર) અને 340(ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા પોલીસ અધિકારીને ઇનામ આપવાનું નક્કી કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement