જેલમાંથી છુટ્યા બાદ રીઢા પિતા-પુત્ર ફરી ચોરીના રવાડે ચડ્યા
રાજકોટમાં મકાનને નિશાન બનાવી છઠ્ઠી ચોરી કરે તે પહેલા જ LCB ઝોન-2એ દબોચ્યા
CCTVમાં ઓળખ ન થાય માટે રાહુલ માથા પર વીગ પહેરી અને બુકાની બાંધી લેતો!: બંન્ને સામે ડઝનેક ગુના
રાજકોટ શહેરના ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના તાબા હેઠળની એલસીબીના પીએસઆઇ આર.એચ.ઝાલાની ટીમે દોઢસો ફૂટ રિંગ રોડ પરથી ઘરફોડ ચોરીમાં કુખ્યાત પિતા-પુત્ર મકાનની રેકી કરી ચોરીનો પ્લાન કરતા હોવાની બાતમી મળતા બંનેને પાંચ ચોરીના પ્રયાસના ભેદ ઉકેલવામાં આવ્યા હતા.
વધુ વિગતો જાણીએ તો,એલસીબી ઝોન-2 ટીમના પીએસઆઇ આર.એચ.ઝાલા, એએસઆઇ જે.વી.ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાઢિયા, શકિતસિંહ ગોહેલ,ધર્મરાજસિંહ ઝાલા,કુલદીપસિંહ રાણા તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમેને બાતમી મળી કે શીતલપાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે બજરંગવાડી જવાના રસ્તે બે શકમંદ શખ્સ ચોરાઉ બાઈક લઇને ઉભા છે.
તેઓ બંધ મકાનની રેકી કરી રહ્યા છે અને તેઓ પાસે ચોરીના દાગીનાઓ છે અને જે દાગીના વેચવાની પેરવી કરી રહ્યા છે. તેમજ તેની પાસે રહેલા બાઈક પણ ચોરી કરેલા છે.તેવી ચોકકસ હકિકત મળતા રાહુલ ઉર્ફે પંડીત બાદલભાઇ બનજારા (ઉ.વ.51)(રહે. બાદલો સોમેશ્વવર ઇન્દ્રા કોલોની તા.રાની જી.પાલી રાજસ્થાન) અને તેમનો પુત્ર બાદલ રાહુલભાઇ બનજારા (ઉ.વ.23) (રહે.બાદલો સોમેશ્વવર ઇન્દ્રા કોલોની તા.રાની જી.પાલી રાજસ્થાન)ને પકડી લીધા હતાં.બંને પાસેથી ચોરાઉ દાગીના અને વાહન સહીત 79 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ શખ્સોની પીએસઆઇ ઝાલાએ સઘન પૂછપરછ કરતા આજથી દશેક દિવસ પહેલા રૈયા રોડ સૌરભ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં મકાનનું તાળુ તોડી આરોપી રાહુલ બનજારા તથા બાદલ બનજારા નાઓ ચોરી કરવા ગયેલ પરંતુ ચોરીમાં કાંઇ મળી આવેલ ન હોવાની કબુલાત આપેલ છે.આજથી સાતેક દિવસ પહેલા યુની. રોડ નિલકંઠનગર સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં મકાનનું તાળુ તોડી આરોપી રાહુલ બનજારા તથા બાદલ બનજારા નાઓ ચોરી કરવા ગયેલ પરંતુ ચોરીમાં કાંઇ મળી આવેલ ન હોવાની કબુલાત આપેલ છે.બંનેની પાંચ ગુનાના ભેદ ઉકેલાયા હતા.તેમજ આરોપીઓ ચોરી કરવા જાય ત્યારે પોતાની પાસે છરી,ગણેશિયો,પકડ અને કાતર સાથે રાખતા હતા,નવાઈની વાત એ છે કે આરોપીઓ સીસીટીવીમાં ઓળખાય નહિ માટે રાહુલ મોઢે બુકાની અને માથા પર વીક તેમજ બાદલ બુકાની બાંધતો હતો.બંને ટોર્ચ લાઈટ લઈને નક્કી કરેલા વિસ્તારમાં નીકળી પડતા અને મકાન બંધ દેખાય ત્યાં દીવાલ ટપી કૂદી પડતા હતા.જામનગરમાં થયેલી ચોરીના ગુનામાં પકડાઈ જતા જેલમાં ધકેલાયા હતા અને તેઓ બે મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યા અને ફરી ચોરીના રવાડે ચડી ગયા હતા.
આરોપીમાં રાહુલ અગાઉ રાજસ્થાન,સુરત અને જામનગરમાં 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.તેમજ એક વખત પાસામાં પણ ધકેલાયો હતો.તેમજ બાદલ અગાઉ રાજકોટ અને જામનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
રાહુલનો એક પુત્ર ચોરીના ગુનામાં અજમેર જેલમાં છે,ચોરી કરી ટોળકી એક મહિનામાં શહેર બદલી નાખતી!
રાહુલની પૂછપરછ કરતા તેમનો એક પુત્ર ચોરીના ગુનામાં રાજસ્થાનના અજમેરની જેલમાં બંધ છે.તેમજ રાહુલ અને તેમનો પુત્ર શહેરમાં આવી પોતે મજૂર હોવાની ઓળખ આપતી અને સારા એરિયામાં બંધ મકાન હોય તેમને નિશાન બનાવતી હતી.તેમજ ચોરી કરવા આવે ત્યારે તેઓ શહેરમાં એક મહિનો રહી અને ચોરી કરી શહેર બદલી નાખતા હતા.તેમજ રાહુલની વધુમાં પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે,તેમના પિતાનું નામ બાદલ હોય જેથી પુત્રનું નામ પણ બાદલ રાખ્યું હતું.
હુમલો કરવાની ટેવ ધરાવતા બાપ-દીકરાને પકડવા આઠ પોલીસ મેન કામે લાગ્યા’તા
પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે,ઝડપાયેલા રાજસ્થાની પિતા પુત્ર ચોરી કરવા જાય ત્યારે પોતાની પાસે હથિયાર રાખતા હતા અને ચોરી કરતા સમયે કોઈ જાગી જાય ત્યારે તેની સામે પડકાર ફેંકવા હથિયાર બતાવી ડરાવતા અને ક્યારેક હુમલો પણ કરતા હતા.જેથી બાતમી મળી ત્યારે એલસીબી અને ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે બંને આરોપીઓને કોર્ડન કરી હેમખેમ ઝડપી લીધા હતા.