દોઢ મહિનો રેકી કર્યા બાદ પાર્ટી પ્લોટના માલિકને લૂંટયો
લૂંટ ચલાવ્યા બાદ બે કપલ ચોટીલા તરફ ભાગ્યા પણ સોની બજારમાં ચેન વેંચવા આવતા પોલીસે મોબાઇલ ટ્રેસ કરી ઝડપી લીધા
પાર્ટી પ્લોટ સંચાલક જાજુ સોનુ પહેરતા હોવાથી નજરે ચડી ગયા
ઘંટેશ્વર ગામમાં રહેતા અને ગામથી બાજુમાં રીયલ પર્લ ફાર્મ નામનું ફાર્મ હાઉસ ધરાવતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ (ઉ.વ.71) પાસે ગઈકાલે બપોરે લગ્ન મા તે માટે ફાર્મ હાઉસ બુક કરાવવાના નામે આવેલા મહિલા સહિતના શખ્સો છરી બતાવી, ડરાવી, રૂૂા.4 લાખની સોનાની માળાની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા.ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ કામગીરી ગાંધીગ્રામના પીઆઇ એસ.આર. મેઘાણી, પો.સબ.ઇન્સ. એમ.વી.જાડેજા, વી.ડી.રાવલીયા,રવીભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી,ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક,પ્રદિપભાઇ ડાંગર,મુકેશભાઇ સબાડ,રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, રીનાબેન પરમાર, મિરાલીબેન કપુરીયા, પ્રેક્ષાબેન આહિર અને એલસીબી ઝોન-02ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમેં રાહુલ ધનજીભાઈ ચોહાણ (ઉ.વ. 22, રહે. નવા થોરાળા શેરી નં.7-8) શાહિલ ભાનુભાઈ વાઘેલા (ઉ.વ. 24, રહે. મનહરપુર-1, જામનગર રોડ), સેનીલા ઉર્ફે હેતલ અનવરભાઈ ઠેબા અને ચાંદની ઉર્ફે ચાર્મી રાજેશભાઈ પરમાર (ઉ.વ. 25, રહે બન્ન- ડીવાઇન સિટી પાસે, ભાડેથી, માધાપર ગામ પાસે)ને ઝડપી લઈ પૂછતાછ શરૂૂ કરી હતી.
લાભુભાઈએ પોતાનું ફાર્મ હાઉસ ખોડાભાઈ પટેલને ભાડે આપેલું છે. દરરોજ ત્યાં બેસવા જાય છે.ત્યાં સફેદ કલરની કારમાં આશરે 25 વર્ષનો યુવાન અને તેનાં જેટલી જ ઉંમરની યુવતી ત્યાં આવ્યા હતા.
આવીને બંનેએ ફાર્મ હાઉસ બુક કરાવવાની વાત કરતા પછી ભરત વાઘેલાએ રૂૂમનાં લોક ખોલી ફાર્મ હાઉસ બતાવ્યું હતું.ત્યાર પછી ઓફિસમાં જઇ લાભુભાઈ સાથે ફાર્મ હાઉસ બુક કરાવવા બાબતે વાતચીત કર્યા બાદ અચાનક યુવાને છરી કાઢી લાભુભાઈના મોઢે મુંગો દીધા બાદ સાથે રહેલી યુવતીએ તેમનાં ગળામાંથી સોનાની માળા ઝુંટવી લીધી હતી. ત્યાર પછી આરોપી યુગલ કારમાં બેસી ભાગી ગયું હતું.આ અંગે ગાંધીગ્રામ પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચારેય આરોપીઓને પકડી સોનાની માળા, કાર સહિત રૂૂા.12.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓની પુછતાછ કરતા સાહીલ અગાઉ દોઢ માસ પુર્વે પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં ગયો હતો તે સમયે લાભુભાઈને સોનાના દાગીના પહેરતા જોયા હોય જેથી દાનત બગડી હતી અને બપોરના સમયે એકલા ઓફીસે બેસતા હોવા સહીતની રેકી કરી હતી. રાહુલ સહીતના સાથે પ્લાન બનાવી રાહુલ અને સેનીલાને કાર લઈને મોકલ્યા હતા અને લુંટ ચલાવી ચારેય ચોટીલા બાદ સોનીબજારમાં વેચવા ગયા હતા પરંતુ મેળ નહી પડતા બીજા દિવસે શીતલ પાર્ક ચોકડીએ ઉભા હતા અને પોલીસે પકડી લીધા હતા.આરોપી સાહિલ અગાઉ પણ જુગાર અને દારૂૂ સહિત ત્રણ ગુનામા પોલીસ ચોપડે ચડી ચૂક્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.