વારસાઇ મિલકત મુદ્દે પરિવાર વચ્ચે પડેલી તિરાડમાં મિડિએશન સેન્ટરની મધ્યસ્થીથી 20 વર્ષે સમાધાન
જમીનમાં ભાગ બાબતે બહેને સગા ભાઇઓ વિરૂદ્ધ કોર્ટમાં દાવો કર્યો’તો
લોધીકા ગામે આવેલ વારસાઈ જમીનની માલિકીના તકરાર અંગે છેલ્લા 20 વર્ષથી ભાઈઓ-બહેનો વચ્ચે ચાલી રહેલા અબોલા અને વિવાદનો મિડીએશન સેન્ટરની થવાથી સુખદ સમાધાન થયું છે.
આ કેસની હકીકત મુજબ લોધીકા ગામે આવેલ વારસાઈ મિલકતના હક હિસ્સાની તકરાર બાબતે હંસાબા પરમાર (રહે રાજકોટ) દ્વારા લોધિકાની કોર્ટમાં તેમના ભાઈઓ માધવસિંહ, પ્રકાશસિંહ, હેમંતસિંહ, રણજીતસિંહ, કિરીટભાઈ અને તેમની બહેન રંજનબેન સામે વિજ્ઞાપન અન્યયેનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અને જે કામમાં લોધિકા કોર્ટ દ્વારા તમામ સામાવાળાને નોટીસ ઇસ્યુ કરવામાં આવતા તેઓ કોર્ટમાં હાજર થયા હતા અને કેસ રાજકોટ ડિસ્ટ્રિક્ટ મીડીએશન સેન્ટરની મીડીયેશન માટે રિફર કરવામાં આવ્યો હતો. રાજકોટ મીડિએશન સેન્ટરના મીડિયેટર દ્વારા તમામ પક્ષકારો સાથે મીડીએશન સેન્ટર ખાતે બે વાર મીટીંગ કરવામાં આવી હતી અને મૂળ સમસ્યાનું કારણ શું હોય તે અંગે તપાસ કરવામાં આવતા અને તમામ પક્ષકારોએ પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ તેથી મીડિયેટર દ્વારા સમાધાન અંગે પક્ષકારોની ઈચ્છા મુજબ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવેલી હતી અને પક્ષકારો રાજી ખુશીથી સમાધાન કરવા તૈયાર થયા હતા અને વારસાઈ મિલકતમાં તમામ ભાઈઓ બહેનો વચ્ચે એક સરખો ભાગ પાડી વહેંચણી કરવાનું મીડિયેશન સેન્ટરમાં સમાધાન લેખિતમાં થયું હતું આ મીડીએસ કેસનું સુખદ સમાચાર રાજકોટ સેન્ટરના અધ્યક્ષ કે.એમ. ગોહેલના માર્ગદર્શન હેઠળ તેમજ મીડીસન સેન્ટર દ્વારા કામમાં મીડિયેટર તરીકે એડવોકેટ સ્તવન જી. મહેતાની નિમણૂક કરવામાં આવી હતી.