For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ

04:26 PM Aug 29, 2025 IST | Bhumika
ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ

મોડીરાત્રે પોલીસે દોડી મામલો થાળે પાડ્યો, બે છાત્રને આરકે યુનિ.માંથી છૂટા કરી દીધાન : પીઆઇ જાડેજા

Advertisement

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના ચાલતા વિવાદો બાદ ભાવનગર રોડ પર ત્રંબા પાસે ત્રણ આફ્રીકન વિદ્યાર્થીઓ અને મકાન માલીક વચ્ચે મારા મારી થતા આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને તપાસ કરતા મકાન માલીકે સામાન બહાર ફેકી દેતા વિદેશીઓ ઉશ્કેરાયા હતા અને હોટલમાં ધમાલ મચાવી હોવાનુ બહાર આવતા પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓના પાસપોર્ટ-વિઝા ચેક કરી વિદ્યાર્થી અને યુનિવર્સિટીના મેનેજમેન્ટની વિશેષ પુછતાછ કરતા ત્રણ પૈકીના બે વિદ્યાર્થીઓને એક વર્ષ પુર્વે યુનિવર્સિટીમાંથી એડમીશન કેન્સલ કરી દિધાનુ અને એમબીસીને જાણ પણ કરી દિધાનુ બહાર આવતા એસઓજીની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ હતી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ત્રંબાગામે રહેતા આફ્રીકન વિદ્યાર્થીઓએ હોટલમાં ધમાલ મચાવી હતી જે બનાવ અંગે વિડીયો પણ વાયરલ થયો હતો.

જાણ થતા આજીડેમ પોલીસ મથકના એએસઆઈ જયેશભાઈ કુરીયા સહીતના સ્ટાફે તપાસ કરતા મારામારી કરનાર ત્રણ આફ્રિકન વિદ્યાર્થીઓની પુછતાછ કરતા તે આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય અને ત્રંબા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા. દરમ્યાન મકાન માલીકે મકાન ખાલી કરવાનુ કહી સામાન બહાર ફેકી દેધો હતો જેથી ઉશ્કેરાયેલા વિદેશી વિદ્યાર્થીઓએ મારામારી કરી હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યુ હતુ.પોલીસે ત્રણેય વિદેશી વિદ્યાર્થીઓના પાસપોર્ટ અને વિઝા ચેક કરી પુછતાછ કરી હતી.

Advertisement

તેમજ આર.કે યુનિવર્સિટીના મેનેજમેન્ટની પુછતાછ કરતા ત્રણ પૈકીના બે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તેને પણ અગાઉ કોલેજમાંથી છુટા કરી દિધા હતા અને આફ્રિકન એમબીસીને તે અંગે જાણ પણ કરી દિધાનુ જણાવતા પીઆઈ એ.બી. જાડેજા સહીતે વધુ કાર્યવાહી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement