For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુષ્કર્મ ને પોક્સોના ગુનાના ફરિયાદી સહિતનાનો નાર્કોટેસ્ટ કરવાની એડવોકેટ પંડિતની કોર્ટમાં અરજી

04:56 PM Jun 06, 2025 IST | Bhumika
દુષ્કર્મ ને પોક્સોના ગુનાના ફરિયાદી સહિતનાનો નાર્કોટેસ્ટ કરવાની એડવોકેટ પંડિતની કોર્ટમાં અરજી

રાજકોટના એડવોકેટ સંજય પંડિત વિરૂૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારી પ્રકરણમાં ફરિયાદી યુવતી સહિતના લોકો તેમજ ખુદ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની એડવોકેટ સંજય પંડિતે પોકસો કોર્ટમાં માગણી કરતા કોર્ટ દ્વારા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનને તપાસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો છે. વર્ષ 2023માં સમગ્ર રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા બનાવ કે જેમાં રાજકોટ તથા હાઇકોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ સંજય પંડિત વિરુદ્ધ રાજકોટના નએથ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.10- 5- 2023ના રોજ એક યુવતીએ દુષ્કર્મ તથા પોકસો એક્ટની ગંભીર કલમો મુજબની ફરિયાદ આપી હતી, જે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા એડવોકેટની ધરપકડ કરી તેને જેલ હવાલે કરેલ.

Advertisement

ત્યારબાદ એડવોકેટ પંડિતે પોતાના વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ ખોટી અને ઉપજાવી કાઢેલ હોવા અંગે રજૂઆત પોલીસને કરેલ અને પોતે નિર્દોષ છે અને પોતાની નિર્દોષતા માટે નાર્કોટેસ્ટ પણ કરાવવા તૈયારી બતાવતી તપાસનીશ પોલીસ સ્ટેશન અને બાદમાં પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ આપેલ પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહિ, આથી જેથી એડવોકેટ પંડિતે પોકસો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે, જે ફરિયાદમાં યુવતી સિવાય બજરંગવાડી વિસ્તારમાં રહેતા ગીતાબેન વિજયકુમાર બિરવાણી, વિજયકુમાર સુરેન્દ્રસિંહ બિરવાણી, મોરબી રોડ ઉપર રહેતા બલભદ્ર ઉર્ફે બાલો પરમાર, દીપકભાઈ ભગવાનજીભાઈ ઠૂમર, કમલેશ રામાણી, ભોજલરામ સોસાયટીમાં રહેતો મનોજ ઉર્ફે મુન્નો રામભાઇ ગઢવી તથા તપાસમાં ખૂલે તે તમામ વિરુદ્ધ પોકસો એક્ટની કલમ મુજબની આપેલી ફરિયાદના અનુસંધાને કોર્ટે રાજકોટ નએથ ડિવિઝન પોલીસને તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ રાખવાનો હુકમ કરેલ છે. આ કામે એડવોકેટ પંડિતે વતી વકીલ કમલેશ મહેતા, ચંદ્રિકાબેન મહેતા, બીનીતા પટેલ રોકાયા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement