2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહી
જયુબેલી ચોકમાં આવેલી મહેતા પેન ડેપોમાં રૂૂ. 2000ની ચલણી નોટ કમીશનથી બદલી દેવમાં આવતી હોવાની બાતમીને આધારે એસઓજીએ દરોડો પાડી વેપારી કાકા-ભત્રીજાને ઝડપી લઈ બે હજારની 9 નોટ કબજે કરી બન્નેને એ-ડિવીઝન પોલીસને સોંપી દીધા છે.
2000 હજારની નોટ ચલણ માં નથી ત્યારે રાજકોટના જયુબેલી ચોક પાસે મહેતા પેનમાં રૂૂ. 2000ની નોટ રૂૂ. 300નું કમિશન લઇને બદલાવી આપવામા આવતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જેના આધારે એસઓજીના પીઆઈ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પડ્યો હતો. તપાસ કરતા મહેતા પેન નામની દુકાનના માલિકે 2000ની આવી નોટ રાખવા માટે પોતે રૂૂ.300નોચાર્જ વસુલી વટાવી આપતા હોવાની વાત કરી હતી અને પોલીસે મનહર પ્લોટ-19માં રહેતા મહેશકુમાર કેશવલાલ મહેતા અને મિત અરૂૂણભાઈ મહેતા નામના કાકા-ભત્રીજાને પુછતાછ માટે બોલાવી તેની પાસેથી રૂૂપિયા બે હજારનાદરની નવ નોટ મળી આવતા કબજે કરી હતી.
એસઓજીએ રૂૂપિયા બે હજારના દસ્તીનવ નોટો શક પડતી મિલક્ત તરીકે કબજે કરી હતી.આ અંગેની વધુ તપાસએ- ડવીઝન પોલીસે શરૂૂ કરી હતી. નોટ બદલવા માટે ત્રણસો રૂૂપિયા માંગવામાં આવતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જોકે દુકાન માલિકે વાયલ થયેલો વિડીયો જુનો હોવાનો બચાવ કર્યો હતો.