બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 4 ડમ્પર ડીટેન
રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓએ બમણબોર નજીકથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરને અટકાવનાર ખાણખનીજ વિભાગના સુપરવાઈઝર અને ટીમને ડમ્પર નીચે કચડી નાખવાની ધમકી આપ્યા બાદ ખાણખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ ડમ્પર સામે કાર્યવાહી શરૂૂ કરી છે આજે ખાણખનીજ વિભાગે આવે ચાર જેટલા ઓવર લોડેડ ડમ્પર ડીટેઈન કરી એરપોર્ટ પોલીસને સોપ્યા હતા.રાજકોટ આસપાસ હાઇવે ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓ ઓરવ લોડેડ ડમ્પર ચલાવી અકસ્માત સર્જે તે રીતે ડ્રાઈવિગ કરે છે.
ત્રણ દિવસ પૂર્વે ખાણખનીજ વિભાગના સુપરવાઇઝર હિતેષભાઈ સોલંકી અને તેમની ટીમે ઓવર લોડેડ ડમ્પર અટક્વત હિરાસરના મનોજ કડવા સોલંકી, મહેશ કડવા સોલંકીએ ડમ્પર નીચે કચડી નાખવાની ધમકી આપી હોય ત્યાર બાદ ખાણખનીજ વિભાગે કાર્યવાહી શરૂૂ કરી છે. રાજકોટ થી કુવાડવા થી બામણબોર સુધીમાં હાઈવે રોડ ઉપર રેતી અને કપચી ભરેલ ડમ્પર ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં ચાર ડમ્પરને રેતી અને કપચી ભરેલ હાલતમાં હાઈવે રોડ ઉપર રોયલ્ટી અને રેતી અને કપચી લોડિંગ અનલોડ ભરેલ રેતી અને કપચી ભરેલ ડમ્પર કરી અને એરપોર્ટ પોલીસ સ્ટેશન ડીટેઈન કરેલ ડમ્પર એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા રાખી દેવામાં આવ્યા હતા. રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશને ડમ્પર રાખી ખાણ ખનીજ વિભાગના અધિકારી આગળની તપાસ ચલાવી રહ્યા છે.