એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ
રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે મંગેતરે પ્રેમ લગ્ન કરી લેતા ભાવભરથારે સગપણમાં વચ્ચે રહેલી મંગેતરની પિતરાઈ બહેન ઉપર એસીડ એટેક કર્યો હતો. જે ઘટનાની જાણ થતાં ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરીટી રાજકોટ દ્વારા એસીડ એટેકનો ભોગ બનનાર મહિલાને રૂૂા. 3 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતી વર્ષાબેન નામની મહિલાએ પોતાના કાકાની દિકરી પારસબેનની સગાઈ એક વર્ષ પહેલા સોખડાના પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. જે સગપણ બાદ પારસભેને અન્યયુવાન સાથે પ્રેમ . લગ્ન કરી લીધા હતાં. જે અંગે પ્રખાશ સરવૈયાએ મંગેતર પારસ બેનની પિતરાઈ બહેન વર્ષાબેનને પુછપરછ કરી એસીડ એટેક કર્યો હતો. દાઝી ગયેલી મહિલાને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે ઘટનાથી રાજકોટ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગે કુવાડવા રોડ પોલીસે એસીડ એટેક કરનાર પ્રકાશ સરવૈયા વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો દાખલ કર્યો છે.
મહિલા ઉપર એસીડ એટેક થયાની સોશિયલ મીડિયા મારફતે ડિસ્ટ્રીકટ લિગલ સર્વિસ ઓથોરીટીના મિડિયેટર અને એડવોકેટ અજય કે જોશીના ધ્યાને આવતા એડવોકેટ અજય જોશીએ તાત્કાલીક ડિસ્ટ્રીકટ લિગલ સર્વિસ ઓથોરીટીના સેક્રેટરી કે.એમ. ગોહિલને તાત્કાલીક મહિલા ઉપર એસીડ એટેક થયાની ઘટનાની જાણ કરી હતી. જાણ થતાં જ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટીના સેક્રેટરી કે.એમ. ગોહિલ તાત્કાલીક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. અને ભોગ બનનાર વર્ષાબેન અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. અને હોસ્પિટલ તંત્રને યોગ્ય સારવાર આપવા પુર્તતા કરી હતી. એસીડ એટેકની ઘટનાને પગલે ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટીના ચેરમેન વી.બી. ગોહિલે તાત્કાલીક મીટીંગનું આયોજન કર્યું હતું. અને એસીડ એટેકનો ભોગ બનેલી મહિલાને તાત્કાલીક રૂૂમ. 3 લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો.