ભાવનગરમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર એસીડ એટેકનો પ્રયાસ
મહિલા સહિતના ટોળાએ પોલીસ સાથે મારામારી કરી દારૂ ભરેલી કાર ભગાડવાનો પ્રયાસ કર્યો: એક પોલીસ કર્મચારીને ઇજા
ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં વિદેશી દારૂૂ અંગે દરોડો પાડવા ગયેલી એલ.સી.બી. પોલીસ ઉપર એસીડ ફેંકવાનો પ્રયાસ કરી વિદેશી દારૂૂ ભરેલી કાર ભગાડવાનો ટોળાએ પ્રયાસ કર્યો હતો. પોલીસે ટોળાનો પ્રતિકાર કરી ચાર શખ્સને ઝડપી લીધા હતા.હાથમાં ટ્યુબ લાઈટના ધોકા સાથે આવેલ મહિલા સહિતના ટોળાએ પોલીસની ફરજમાં રૂૂકાવટ કરી હતી તેમજ એક શખ્સે ફિનાઇલ પી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો,જો કે પોલીસે તેને રોકતા ટોળાએ ઝપાઝપી કરી હતી.આ બનાવ માં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર એલ.સી.બી. પોલીસ રાત્રિના પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચાવડી ગેટ,દેવીપૂજક વાસ વિસ્તારમાં ગ્રે કલરની મારૂૂતિ કંપનીની કારમાં અમુક માણસો ગોવાથી વિદેશી દારૂૂનો જથ્થો લાવીને દેવીપૂજકવાસમાં આવેલ રાકેશ મનુભાઈ શાહના મકાનમાં ઉતરવાના છે.આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ચાવડીગેટ દેવીપૂજકવાસમાં પાર્ક કરેલી કાર મળી આવી હતી અને કારમાં દિનેશ રાજુભાઈ શાહ,કિશન રાકેશભાઈ શાહ અને વિશાલ અજયભાઈ યાદવ મળી આવતા તેમની પૂછપરછ કરી હતી.
દરમિયાન રાકેશ મનુભાઈ શાહ, અજય જેન્તીભાઇ ચુડાસમા, પ્રકાશ નરેશભાઈ શાહ,હાર્દિક ઉર્ફે બોમ્બ, આશાબેન રાકેશભાઈ શાહ તેમજ અજાણ્યા મહિલા અને પુરુષોનું ટોળું ટ્યુબલાઇટના ધોકા લઈને દોડી આવ્યું હતું અને દારૂૂ ભરેલી કાર ઉપર ધોકા પછાડી ચાલકને કાર લઈને ભાગી જવાનું કહ્યું હતું અને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂૂકાવટ કરી હતી.ટોળામાં હાજર એક શખ્સે એસીડની બોટલ પોલીસ કર્મચારી ઉપર ફેંકવાનો પ્રયાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ હુંબલે શખ્સના હાથમાંથી એસીડની બોટલ ઝૂંટવી લીધી હતી.
દરમિયાન પી. આઈ. એ. આર. વાળા, પીએસ આઇ વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ કંટ્રોલ કરી હતી. પોલીસનો મોટો કાફલો આવી જતા ત્યાં હાજર અજય જેન્તીભાઇ ચુડાસમાએ ફિનાઈલની બોટલ ગટગટાવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ ફરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ માનદીપસિંહ ગોહિલને કોણીના ભાગે ઇજા થઈ હતી.પોલીસે બનાવ સ્થળેથી દિનેશ રાજુભાઈ શાહ, કિશન રાકેશભાઈ શાહ,વિશાલ અજયભાઈ યાદવ અને રાકેશ મનુભાઈ શાહ (રહે.તમામ દેવીપૂજક વાસ, ચાવડીગેટ)ને ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે દિનેશ રાજુભાઈ શાહ,કિશન રાકેશભાઈ શાહ, વિશાલ અજયભાઈ યાદવ, રાકેશ મનુભાઈ શાહ,અજય જેન્તીભાઇ ચુડાસમા,પ્રકાશ નરેશભાઈ શાહ, હાર્દિક ઉર્ફે બોમ્બ, આશાબેન રાકેશભાઈ શાહ અને અજાણ્યા મહિલા અને પુરુષના ટોળા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.
ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં વિદેશી દારૂૂ ભરેલી કાર અંગે તપાસમાં ગયેલી એલ.સી.બી.પોલીસની ટીમ સાથે મારામારી કરી એસીડ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ બનાવ માં પોલીસે વિદેશી દારૂૂની નાનીમોટી 22 બોટલ,કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂૂ.1,10,147/- નો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સની ધરપકડ કરી હતી.