દ્વારકામાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને સાત વર્ષની સખત કેદ
દ્વારકામાં ચરકલા ફાટક રોડ પર હાલ રહેતા નૈનેશ ઉર્ફે નૈલેશ શંકરલાલ વાયડા નામના શખ્સ દ્વારા ગત તારીખ 25 ઓક્ટોબર 2023 ના રોજ બપોરના સમયે એક સગીરાની એકલતાનો લાભ લઈ અને તેણીને રૂૂપિયા 20 આપી અને શારીરિક અડપલા કરી, જાતીય સતામણી કરવાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ આરોપીની અટકાયત કરી અને તેની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ કેસ દ્વારકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગબનનાર, ફરિયાદી તેમજ અન્ય મહત્વના સાહેદોની જુબાની તેમજ વિવિધ પ્રકારના આધાર-પુરાવાઓ સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી નૈનેશ ઉર્ફે નૈનેશ ઉર્ફે નૈલેશ શંકરલાલ વાયડાને પોક્સો એક્ટની કલમ હેઠળ સાત વર્ષની સખત કેદી તથા રૂૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ પ્રકરણમાં નામદાર અદાલતે ભોગબનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે કેમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા એક લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
