ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

02:49 PM Nov 13, 2025 IST | admin
Advertisement

જામનગરમાં એક સગીરા ને છરી બતાવી ને તેણી સાથે દુષ્કર્મ આચરનાર અને અને ત્યાર પછી પણ ધાક ધમકી આપી /બ્લેક મેલ કરીને તેણી ને પોતા ની હવસ નો શિકાર બનાવનાર આરોપી ને અદાલતે 20 વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસ ની એવી આ કામના ફરિયાદી ની ભોગ બનનાર 17 વર્ષ ની પુત્રી ને પડોશ માં જ રહેતા આરોપી વસીમ ઈસ્માઈલભાઈ દરજાદા( ઉં. વ .24 , રહે. દિગ્વિજય પ્લોટ ,33 - પવન ચક્કી જામનગર ) એ તારીખ 10 /6/ 2020 ના પાંચક માસ પહેલા ભોગ બનનાર ના માતા પિતા રાજકોટ ગયા હતા અને ભોગ બનનાર ઘરે એકલી હતી અને ઉપર ના રૂૂમમાં હતી .ત્યારે આ આરોપી અગાસી માંથી ભોગ બનનારા ના રૂૂમમાં આવ્યો હતો.

અને છરી બતાવી ધમકી આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરી થી દુષ્કર્મ ગુજાર્યું હતું. અને તેનો વિડીયો પણ ઉતારી લીધેલ અને કહેલ કે આ વાત કોઈ ને કહીશ તો તને મારી નાખીશ. જે ડર ના કારણે ભોગ બનનારે આ વાત કોઈ ને કરેલ નહીં .બાદ ભોગ બનનાર જ્યારે બહાર જતી ત્યારે તેની પાછળ જઈ હેરાન પરેશાન કરતો. અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ તે વખતના ફોટા પોતા ની પાસે હોય તે ભોગ બનનારે આપી દેવા આજીજી કરેલ , તો આરોપી એ ભોગ બનનાર ને હોટલ માં બોલાવે અને ભોગ બનનાર હોટલ માં ગયેલ તો ત્યાં પણ ભોગ બનનાર ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને તેના વિડીયો ઉતારી અને ધમકી આપી ભોગ બનનારને અલગ અલગ ત્રણેક વખત બોલાવેલ અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે અઘટિત કૃત્ય કર્યું હતું.

બાદ ભોગ બનનારના માતા પિતા રાજકોટ થી જામનગર આવેલ ત્યારે ઉપરોક્ત તમામ વાત તેના પિતાને કરતા સગીરા ના પિતા એ સીટી પ એ પ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા તથા પોક્સો ની કલમ મુજબ ની ફરિયાદ નોંધાવી હતી.

જે કેશ સ્પેશિયલ પોકસો કોર્ટ માં ન્યાયધીશ આર. પી.મોગેરા ની કોર્ટ માં ચાલી જતા જેમાં સરકાર તરફે 20 જેટલા સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામા આવ્યા હતા. તેમજ સરકારી વકીલ ની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી ને તકસીરવાન ઠરાવી 20 વર્ષ ની સખત કેદ ની સજા તથા રૂૂપિયા 17000 ના દંડ નો હુકમ કર્યો છે.તેમજ ભોગ બનનાર ને વળતર પેટે રૂૂ. ચાર લાખ ચૂકવવા ના પણ આદેશ કર્યો છે. આ કેસ માં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલ હતા.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement