ખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડ
ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં રહેતા દુકાનદાર તથા ખાનગી કંપનીમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટિયાએ પાંચ માસ માટે તેમના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઔદિચ્ય પાસેથી સબંધના દાવે તેમજ અંગત કારણોસર વગર વ્યાજે રૂૂપિયા પાંચ લાખની રકમ હાથ ઉછીની લીધી હતી. જેના બદલામાં તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા શાખાનો પોતાનો ચેક આપ્યો હતો. નિયત મુદતમાં ચેક ખાતામાં ભરશો એટલે તમારા નાણા મળી જશે તેવા વચન, વિશ્વાસ અને ભરોશો આપ્યો હતો.
ત્યાર બાદ કાંતિલાલ ઔદિચ્યએ મુદત દરમ્યાન ચેક પોતાના ખાતામાં જમા કરાવતા નસ્ત્રફંડ ઇન્સફીસીયન્ટસ્ત્રસ્ત્રના શેરા સાથે ચેક પરત થયો હતો. જેથી કાંતિલાલ ઔદિચ્યએ તેમના વકીલ મારફતે નોટિસ આપી હતી. તેમ છતાં રકમ નહીં ચુકવતા કાંતિલાલ ઔદિચ્ય દ્વારા આશિષ કાંતિભાઈ વિરુધ્ધ અહીંની કોર્ટમાં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરીયાદ દાખલ કરાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતા જજ આર.આઈ. ચોપરાએ આરોપી આશિષને ઉપરોક્ત ગુનામાં ત્રણ માસની સજા તથા રૂૂ. 5000 નો દંડ અને ફરિયાદીને વળતર પેટે રૂૂ. પાંચ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. જો વળતરની રકમ ના ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે.ફરીયાદી તરફે એડવોકેટ તુષારભાઈ ત્રીવેદી અને અભિષેક ધ્રુવ રોકાયા હતા.