રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, 5 નરાધમોમાં UPના 3 વિધર્મી, લંગડાતા-લંગડાતા આરોપીઓ હોસ્પિટલ પહોંચ્યા

02:38 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બીજા નોરતે સંસ્કારી નગરી વડોદારમાં સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાના 48 કલાક બાદ પોલીસે ૫ આરોપીઓને ઝડપી લીધા હતા. આ 5 આરોપી પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે.

આ ઘટનાની મળતી વિગતો અનુસાર ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રોબ બતાવી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે. આ ઉપરાંત સૈફ અલી વણઝારા, અજમલ વણઝારાની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલ તમામ આરોપીઓના મેડીકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે. આ આરોપીઓ લઘુમતી વસ્તી ધરવતા તાંદલજા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો છે. કુલ ત્રણ આરોપીને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર આ સાથે રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાંથી સમગ્ર માહિતી આપી રહ્યા છે.

પોલીસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે હાલ તમામ આરોપીઓનું વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદાર શહેરનાં ભાયલી વિસ્તારમાં ૪ ઓક્ટોબરના રાતે ૧૬ વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

Tags :
gujaratgujarat newspoliceVadodara gang-rapeVadodara gang-rape caseVadodara police
Advertisement
Next Article
Advertisement