કાલાવડના વિભાણિયા ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના વિભાણીયા ગામ માં મંદિર ની દાનપેટી માંથી રૂૂપિયા 30,000 ના પરચુરણ ની ચોરી કરનાર આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો છે. કાલાવડ તાલુકાના વિભાણીયા ગામ ના નાગબાઈ માતાજી ના મંદિરમાં ચોરી થઈ હતી. મંદિર ની દાનપેટીનું તાળુ તોડી રૂૂ.30 હજાર ની રોકડ ઉઠાવી જવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે શરૂૂ કરેલી તપાસમાં મોટા વડાળા ગામનો મિલન ભરતભાઈ ગોંડલીયા નામનો શખ્સ પોલીસ ના હાથે ઝડપાયો છે. તેણે ચોરીની કબૂલાત આપી તેમાંથી ખરીદેલા કપડા, બુટ, રોકડ રકમ વગેરે પોલીસે કબજે કર્યા છે.
આ કામગીરી પીએસઆઈ સી.બી. રાંકજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કરી હતી. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે નાગબાઈ માતાજીના મંદિરમાં ચોરી કર્યાની અને તેમાંથી મળેલા પૈસામાંથી કપડા તથા બુટ ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂૂ.18પ50 રોકડા, બે જોડી કપડા, એક જોડી બુટ, રૂૂ.50 હજારનું એક્ટિવા, રૂૂ.પ હજારનો મોબાઈલ મળી કુલ રૂૂ.79,550નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે.