For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા

12:06 PM May 17, 2025 IST | Bhumika
ધ્રોલમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથે ના દુષ્કર્મ અંગે ના ગુના ના આરોપી ને અદાલતે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.

Advertisement

ફતેપુરા (ધ્રોલ) માં રહેતા આરોપી મોહસીન રહીમભાઈ મકવાણા (25) ફરીયાદી ની 15 વર્ષ ની સગીર વય ની પુત્રી સાથે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, અને તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી તારીખ 8/12/20218 ના સગીરાને રાજકોટ ભગાડી લઈ ગયો હતો. પરંતુ તેના ઘરે થી ફોન આવતાં પરત મૂકી ગયો હતો. ત્યાર પછી તા.30/04/2019 ના સગીરા ને બાઈકમાં રાજકોટ લઈ ગયો હતો. જ્યાં મકાન ભાડે રાખી ને રહેતો હતો, અને તેની સાથે ત્યાં શરીર સંબંધ પણ બાંધ્યો હતો. ત્યાં થી સુરત લઈ ગયો હતો, અને ત્યાં પણ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આ પછી તેના મિત્ર નો ફોન આવતાં તારીખ 26/6/2019 ના આરોપી સુરત થી જામનગર પરત આવવા માટે રવાના થયો હતો. દરમિયાન અમદાવાદ ના સોલા વિસ્તાર માંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન માં આરોપી સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને જેલ હવાલે કર્યો હતો.

Advertisement

આ અંગે નો કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતાં ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ, તેમજ 17 જેટલા સાહેદોની સોગંદ ઉપરની જુબાની તથા સરકાર પક્ષે સરકારી વકીલ ની દલીલો સાંભળ્યા પછી જામનગર ની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી. અગ્રવાલ એ આરોપી મોહસીન રહીમભાઈ મકવાણા ને તકસીરવાન ઠરાવી 20 વર્ષ ની સખત કેદની સજા તથા રૂૂા. 17000 ના દંડ નો હુકમ ફરમાવ્યો છે. તથા ભોગબનનારને વળતર પેટે રૂૂા. 4 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement