For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાની ખાવડીમાં શખ્સની હત્યા કરનાર આરોપી ઝડપાયો

01:27 PM Dec 10, 2024 IST | Bhumika
નાની ખાવડીમાં શખ્સની હત્યા કરનાર આરોપી ઝડપાયો
Advertisement

જામનગર નજીક નાની ખાવડી વિસ્તાર માં ગઇકાલે વહેલી સવારે એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. અને ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપીએ ગળાના ભાગે ધારદાર હથીયાર નો ઘા મારી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા પછી આજે પોલીસે તેને ઝડપી લીધો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બલભદ્રસિંહ જાડેજા નામના 21 વર્ષના રાજપૂત યુવાનનો ગઇકાલે સવારે નાની ખાવડી ગામની સીમ વિસ્તારમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

જે બનાવની પોલીસને જાણ કરાતાં સિક્કા પોલીસ સ્ટેશનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો હતો.મૃતક યુવાનના ગળાના ભાગે ધારદાર હથીયારનો ઘા ઝીંકી દેવાયો હોવાથી ગરદનનો ભાગ કપાઈ ગયો હતો, અને લોહીથી લથબથ બન્યો હતો.આ પછી હત્યારા આરોપીની શોધ શરૂૂ કરી હતી. દરમ્યાન પોલીસ ને મળેલ ચોક્કસ બાતમી નાં આધારે જનક્સિંહ ઝાલા નામનાં શખ્સ ને પોલીસે ઝડપી લીધો હતો.આરોપી ની પ્રાથમિક પૂછપરછ મા પોતાની પત્ની ને બલભદ્રસિંહ પરેશાન કરતો હોવા થી ખુન્નસ ચડી જતાં આખરે છરી વડે ગળું કાપી નાખ્યું હતું.પોલીસ દ્વારા આરોપી ને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement