બગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજા
પીઆઇ જે. એમ. કૈલા અને સરકારી વકીલ વિકાસ વડેરાની ધારદાર દલીલ: ધારીની સ્પેશ્યલ પોકસો કોર્ટનો દાખલા રૂપ ચુકાદો
બગસરા તાલુકાનાં જામકા ગામથી સગીરાને આરોપી હળવદ તાલુકાના માણેકવાડા ગામના નવઘણ ઘરમશીભાઈ કટોણા ઉ.વ.32 સગીરાનું વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તા.17-10-22 ના ભગાડી જઈ અવાર નવાર બળાત્કાર ગુજારેલ હતો.આ બનાવ અંગે બગસરા પોલીસ મથકમાં તા. 22-10-22 ના ભોગ બનનારના પિતાએ ફરીયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પીઆઇ પીઆઇ જે. એમ. કૈલા,રાઇટર એએસઆઈ પી. એન. ટાંપણીયા અને એએસઆઈ એચ.બી.બેલીમે આરોપીની ધરપકડ કરી પુરાવાઓ એકઠા કરી કાગળો કર્યા હતા.
ઉપરોક્ત કેસધારી સ્પેશ્યલ પોકસો જજ અને ત્રીજા એડી. સેશન્સ જજ એમ.એન.શેખ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ વિકાસ વડેરા અને પીઆઇ જે.એમ.કૈલાની ધારદાર દલીલો ને ગ્રાહય રાખી આરોપી નવઘણ ધરમશીભાઈ કટોણાને પોકસો એક્ટની કલમ 6 અન્વયે ગુનામાં દોષીત ઠેરવી 25 વર્ષની સખત કેદની સજા અને રૂૂા.5 લાખનો દંડ તથા પોકસો એકટ કલમ 4 ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂૂા. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.રૂૂા.5 લાખ ભોગ બનનારને વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો. આ બનાવમાં મેજીસ્ટ્રેટ એમ.એન.શેખે ચુકાદો આપતા જણાવેલ કે ભોગ બનનાર માત્ર 16 વર્ષ અને 3 માસ 19 દિવસની વય ના હતા અને આરોપી 32 વર્ષ ના હતા.તેમની વચ્ચેનો વય તફાવત જોતા આ પ્રેમસબંધ નહી પરંતુ વાસના અને હવસનો સબંધ કહી શકાય.તેણે ભો.બ. ને ભોળવીને શોષણ કરેલ છે તેમ કહી શકાય.
આરોપીએ પોતાની અને ભો.બ. ની ઉમર તફાવતનો ખ્યાલ રાખ્યા વગર, અને તેને કાયદેસરના પતિ તરીકેનો દરજજો અને કાયદેસરના હકકો આપેલ નથી અને તેનુ સતત શારીરીક શોષણ કરેલ હોય. જેજોતા આ મંદિર મા કરેલા લગ્ન પાછળ નો તેનો ઈરાદો માત્ર અને માત્ર ભોગ બનનાર સગીર ક્ધયાનુ શારીરીક શોષણ કરવાનો જ હતો. તેથી સગીરે ક્ધયાએ તેની માનસીક અને શારીરીક પીડા સહન કરેલ છે અને સમાજ મા બદનામી વેઠવી પડેલ છે. અને તેણીની પીડા અને સામાજીક બદનામીની કલ્પના કરતા આ ગુનો એક ગંભીર બાબત છે જેથી આવુ કૃત્ય કરનાર આરોપી સામે દયા રાખવાનો પ્રશ્ન રહેતો નથી તેવુ જણાવી આરોપીને સજા અને દંડ ફટકાર્યો હતો.