For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુર પંથકમાં થયેલી મોટી રકમની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો: મુદામાલ કબજે

03:33 PM Dec 09, 2024 IST | Bhumika
કલ્યાણપુર પંથકમાં થયેલી મોટી રકમની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો  મુદામાલ કબજે
Advertisement

  • એલસીબી પોલીસે ખંભાળિયા તરફ આવતા દબોચી લીધો -
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામેથી તાજેતરમાં મોટી રકમના સોનાના દાગીનાની ચોરી થયેલો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને સ્થાનિક એવા એક શખ્સને દબોચી લીધો હતો.આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા વીરપર ગામે રહેતા એક આસામીના બંધ રહેલા રહેણાંક મકાનમાં થોડા દિવસો પૂર્વે કોઈ અજાણ્યા તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને ઘરમાં રાખવામાં આવેલા સોનાના ચેન, વીંટી, ચાંદીના સદરા, મંગલસૂત્ર, સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘરફોડ ચોરી પ્રકરણમાં કોઈ જાણભેદુ હોવા અંગેની પણ પૂરી શક્યતા હોવાની દિશામાં પોલીસે તપાસ આદરી હતી.આ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર તથા પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ઝાકસીયા અને બેહ ગામ વચ્ચેના ત્રણ રસ્તા વિસ્તારમાંથી મોટરસાયકલ પર પસાર થતા વીરપર ગામના મહેશ ઉર્ફે ચાકુ સુમાત કાના લગારીયા નામના 26 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઈ, અને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે ઉપરોક્ત ચોરીનો ગુનો કબૂલ્યો હતો. ઉપરોક્ત શખ્સ તેના જી.જે. 37 કે. 9838 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ચોરીના દાગીના વેંચવા માટે ખંભાળિયા અથવા જામનગર જાય તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે.ઝડપાયેલા આ શખ્સ પાસેથી રૂપિયા અઢી લાખની કિંમતનું સોનાનું મંગલસૂત્ર, રૂપિયા 1,78,750 ની કિંમતનો સોનાનો હાર, રૂપિયા 1,12,479 ની કિંમતનો સોનાનો ચેન, રૂ. 69,000 ની સોનાની બે વીંટી, સોનાની ઈયરિંગ, સોનાનો રુદ્રાક્ષનો પારો, સોનાનો દાણો, ચાંદીના સદરા સહિતના દાગીના ઉપરાંત રૂપિયા 10,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂપિયા 50,000 ની કિંમતના મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 13,16,819 નો મુદ્દા માલ કબજે કરી, તેની વિધિવત રીતે અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, એસ.એસ. ચૌહાણ, કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ જાડેજા અરજણભાઈ મારુ, ભરતભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, ખેમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર, પ્રવીણભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement
Advertisement