જામજોધપુરમાં શ્રમિક મહિલાનની હત્યા નિપજાવનાર આરોપી પતિ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જે આરોપી પોલીસના હાથમાં આવી ગયો છે. પત્નીના અન્ય પુરુષ સાથેના આનૈતિક સંબંધોના કારણે આ હત્યા કર્યાં ની કબુલાત આપી છે. આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ માં શ્રમિકોની મજૂરોની વસાહતમાં એક ઝૂંપડીમાં રહેતી ગુલીબેન નારિયાભાઈ બામણીયા નામની 25 વર્ષની પરપ્રાંતીય શ્રમિક મહિલા ઉપર ચારિત્ર્ય ની શંકા ના આધારે તેણીના પતિએ ઉશ્કેરટમાં આવી જઈ ધારદાર પથ્થરનો ઘા માથામાં ઝીંકી દઇ હત્યા નિપજાવી હતી.
અને આરોપી ભાગી છૂટ્યો હતો. જે મામલામાં જામજોધપુર પોલીસે હત્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને કોમ્બિંગ હાથ ધરી, હત્યારા આરોપીને ઝડપી લીધો છે. અને પોલીસ લોકપમાં બેસાડી દીધો છે. જેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો છે, તેવી શંકા વહેમના કારણે તેની હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.