સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
જામનગર જિલ્લામાં એક સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં અદાલતે આરોપીને રૂૂ. 9000નો દંડ પણ ફટકાર્યો છે અને ભોગ બનનાર સગીરાને સરકાર તરફથી એક લાખ રૂૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.જામનગર જિલ્લાની એક સગીરાને લગ્નની લાલચ આપી આરોપી સભા આદિય ખરાડીએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને મોરબીના લાલપર ગામે લઈ જઈ ત્યાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ ગંભીર ગુનાના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો આ ઘટના અંગે સગીરાની માતાએ તા. 29/02/2017ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોક્સો કોર્ટના જજ એમ. કે. ભટ્ટ સમક્ષ ચાલી ગયેલી કાર્યવાહીમાં તમામ પુરાવાઓ અને દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપી સભા ખરાડીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફથી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.