જામનગરનો 27 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુના માં છેલ્લા 27 વર્ષે થી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર ની એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડ ના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારો ને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ કરી રહ્યાં હતા.
દરમ્યાન સ્ટાફ ને મળેલ બાતમી આધારે સીટી બી ડીવિ.પો.સ્ટે. નોંધાયેલા એક ગુના માં છેલ્લા 27 વર્ષ થી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપી રાજુભાઇ ભનુભાઇ માંડવીયા ( રહે, કામરેજ ચોકડી દાદા ભગવાન કોમ્પલેક્ષ જજી/1 ફલેટ નંબર-1002. સુરત ) આરોપી ને સુરત થી પકડી પાડયો હતો. અને વઘુ કાર્યવાહી માટે સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ને સુપ્રત કર્યો છે.
આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ. તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર વગેરે દ્વારા કરવામાં આવી હતી.