માણાવદરમાં બે લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને ચાર લાખનો દંડ
માણાવદર તાલુકાના નાકરા ગામે રહેતા સૌનિકકુમાર સુરેશભાઈ પાનસેરીયાએ નાકરા ગામના રહેવાસી પ્રફુલભાઈ કાળાભાઈ વેગડાને મિત્રતાના સબંધની રૂૂએ તેઓને કૌટોંબીક કામ સબબ પૈસાની જરૂૂરીયાત હોવાથી સબંધના નાતે રૂૂપીયા બે લાખ હાથ ઉછીના આપેલ હતા. જે રકમની આરોપી પાસેથી ફરીયાદીએ બે લાખની માંગણી કરતા આરોપીએ તેમના એચ.ડી.એફ.સી બેંક માણાવદર શાખાના ચેક આપેલ.
જે ચેક ફરીયાદીએ તેમના બેંક ખાતામા જમા કરવવા રજુ કરતા અપુરતા નાણા હોવાના કારણે ચેક રીટર્ન થયેલ. ત્યારબાદ ફરીયાદી દવારા તેઓના વકિલ મારફત નોટીસ મોકલવવામાં આવેલ. તેમજ નોટીસ નો કોઈ પ્રત્યુતર આરોપીએ પાઠવેલ નહિ. જેથી ફરીયાદીએ માણાવદર કોર્ટમાં ચેક રીટર્નનો કેશ દાખલ કરેલ હતો.
જે કામે ફરીયાદીએ રજુ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ, ચેક રીટર્ન મેમો, વિગેરે તથા ફરિયાદ પક્ષે થયેલ જુબાનીઓ તથા ફરિયાદ પક્ષના વકિલ મયુર આર. શીંગાળાની દલીલોને ધ્યાને લઈ અને સબંધનો થતો ગેરઉપયોગ નો થાય અને લોકોને વિશ્વાસ બેસે તેવા અવલોકન સાથે માણાવદર કોર્ટ એ આરોપી પ્રફુલભાઈ કાળાભાઈ વેગડાને 2 વર્ષ ની સાદી કેદ તથા ચેકની ડબલ રકમ નો દંડ રૂૂ.4,00,000/- અંકે રૂૂપીયા ચાર લાખ પુરા ફરીયાદી સૌનિકકુમારને વળતર પેટે ચુકવવા માટે હુકમ ફરમાવેલ છે. આ કામે ફરીયાદીના વકીલ તરીકે મયુર આર. શીંગાળા રોકાયેલા હતા.