ભાવનગરની કોર્ટ સંકુલમાં દારૂ ઢીંચીને આવેલા આરોપીની ધમાલ: વકીલોમાં રોષ
કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે જરૂરી: વકીલો
ભાવનગર ની કોર્ટે સંકુલ માં દારૂૂ પ પીધેલી હાલતે આવેલા એક શખ્સ એ કોર્ટ રૂૂમમાં પાટા મારી ગાળા ગાળી કરતા આ બનાવથી વકીલો માં રોષ ની લાગણી ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની કોર્ટ સંકુલમાં ગઈકાલ બપોરે એક શખ્સ દારૂૂ પીધેલી હાલત માં બાઇક સાથે અંદર ઘૂસી ગયો હતો. નશાની હાલતમાં આવેલા કિશોરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ કોર્ટ રૂૂમમાં પાટા મારી બેફામ ગાળા ગાળી કરી હતી. આ બનાવથી કોર્ટમાં રહેલા વકીલો અને લોકોમાં ભારે રોષ લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવ બન્યો ત્યારે કોર્ટમાં હાજર પોલીસ જવાને આરોપીની ધરપકડ કરી ન હતી પરંતુ પીસીવાન બોલાવ્યા બાદ દારૂૂ પી ધમાલ કરતા ધરપકડ કરવામાં આવી હતી. બનાવ બાદ કોર્ટે સંકુલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો .આ બનાવ અંગે પોલીસે માત્ર પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ભાવનગરના વકીલ મંડળના આગેવાનો એ કાયદો વ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી કોર્ટ સંકુલમાં યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે. આ બનાવ અંગે વકીલ મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ રજૂઆત જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી ને રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરની કોર્ટમાં અગાઉ પણ માથાભારે શખ્સો ઘુસી આવ્યા ના બનાવો બનવા પામ્યા છે. ત્યારે કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આવા બનાવ નું પુનરાવર્તન ન થાય તે જરૂૂરી છે.