For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર

11:45 AM Jan 10, 2025 IST | Bhumika
બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર

ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી.

Advertisement

અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ શેખ પાસે 50 કરોડ રૂૂપિયાની માંગ ને લઈને અપહરણ કર્યુ હતું. બોટાદ પોલીસને જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે અપહરણકર્તાઓ અપહૃત વિપુલ શેખને વિંછીયાના સમઢીયાળા ગામે કારમાં છોડી નાસી છુટયા હતા. બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અપહરણ કર્તાઓની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે બોટાદ પોલીસે અપહરણ કરનાર સંજય મનુભાઈ ઓળકિયા અને અલ્પેશ બુધાભાઇ મકવાણા નામના બે શખ્શો ની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદ એલસીબી પોલીસે અપહરણકર્તા સંજય મનુભાઈ ઓળકિયાની રતનપર ચોકડીથી જ્યારે પાળિયાદ પોલીસે અલ્પેશ બુધાભાઇ મકવાણાને ભદ્રાવડીથી દબોચી લીધો છે. પાળીયાદ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડ માંગતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે બાકિના ચાર જેટલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. 50 કરોડની ખંડણીના 6 આરોપી પૈકી 4 આરોપી પોલીસ પકડથી દુર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement