સલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયો
સલાયા પાસે પરોડિયા ગામેથી આજરોજ દ્વારકા એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂૂના જુદી જુદી બ્રાન્ડના 708 દારૂૂની બોટલના ગેરકાયદેસર જથ્થા સાથે એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ એસપી શ્રી પાંડે સાહેબની સૂચનાથી તમેજ એલસીબી પીઆઇ શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ બારસિયા અને પીએસઆઇ શ્રી દેવમુરારી સાહેબ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબી એએસઆઇ મશરીભાઇ ભરવાડીયા, હેડ કોન્સ.દિનેશ માડમ ,લાખાભાઇ પિંડારીયાને મળેલ બાતમીના આધારે પરોડિયા ગામ અને પીરના તળાવ પાસે રહેતા હરદાસ ખીમાણંદભાઈ મશૂરા ના રહેણાંક મકાને નિયમોનુસાર કાર્યવાહી કરતા રેડ દરમ્યાન નિરણ જુવારના ઢગલા નીચે સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની કુલ બોટલ નંગ 708 જેની કિંમત 4,41,036 નો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.
જે મુદામાલ સાથે હરદાસ ખીમાણંદભાઈ મશુરા ઉમર.30 પરોડિયાના રહેવાશીની ધરપકડ કરી હતી. આ આરોપી ઉપર અગાઉ ભોગાત ગામે ઇંગ્લીશ દારૂૂનો જથ્થો સપ્લાઇ કરેલ હોય જે અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે.આ આરોપી છેલા પાંચ મહિનાથી સદર ગુન્હા કામે નાસતો ફરતો હતો.જેથી કલ્યાણપુર પોલીસ સ્ટેશને પણ જાણ કરેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ કે.કે.ગોહિલની સૂચના મુજબ પીઆઇ એ.એલ. બારસિયા, પીએસઆઇ. બી.એમ.દેવમુરારી, એસ.એસ .ચૌહાણ, એસ .વી. કાંબલીયા,તેમજ એ.એસ.આઈ.મસરીભાઇ, અરજણભાઇ, જેસલસિહ, દિનેશ માડમ,લાખાભાઇ,હસમુખભાઈ, વિશ્વદીપસિંહ વગેરે જોડાયા હતા.