સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયો
01:48 PM Sep 19, 2025 IST | Bhumika
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં શફીઢોરો વિસ્તારમાં રાખવામાં આવેલી કેટલીક માછીમારી બોટોમાંથી રૂૂ. 80 હજારથી વધુની કિંમતના 230 ફુટ જેટલા સ્ટાર્ટર કેબલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આને અનુલક્ષીને સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વિપુલભાઈ ડાંગરને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયાના રહીશ એવા ઈરફાન ઉર્ફે છીણી ઉમરભાઈ ભાયા નામના 35 વર્ષના શખ્સને ઝડપી લઇ, રૂૂપિયા 74,200 ની કિંમતનો 212 મીટર સ્ટાર્ટર કેબલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી સલાયાના પી.આઈ. વી.એ. રાણા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા અને વિપુલભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
Advertisement
Advertisement