જામકંડોરણાના દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
ફરીયાદી મુળ દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા તાલુકાનાં એક ગામનાં રહીશ હોય અને ફરીયાદીની સગીર વયની દિકરી ભોગ બનનાર જામકંડોરણા તાલુકાનાં એક ગામમાં ફરીયાદીનાં ભાણેજ સાથે મજુરી કામ કરવા આવેલ હોય ત્યાંથી આરોપી અશ્વિન પોપટભાઈ નાયક ફરીયાદીની સગીર વયની દિકરી ભોગ બનનારને તા: 14/12/2024 નાં રોજ લગ્ન કરવાનાં બદ ઈરાદે લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઈરાદે ભગાડીને લઈ ગયેલ હોય તેવી જાણ ફરીયાદીનાં ભાણેજએ ફરીયાદીને કરતા ફરીયાદીએ આરોપી અશ્વિન નાયક વિરૂૂધ્ધ તા:03/02/2025 નાં રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને પોલીસે ફરીયાદનાં આધારે તપાસ કરી ધોરાજી સેશન્સ કોર્ટમાં આરોપી વિરૂૂધ્ધ ચાર્જશીટ કરેલ અને કેસ ચાલી જતાં ભોગ બનનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને ભોગ બનનારનાં ઘરમાં પ્રેમ સંબંધની જાણ થઈ જતાં ભોગ બનનારનાં માતા-પિતા ભોગ બનનારને મારકુટ કરતા હોવાની તેમજ ભોગ બનનારનાં લગ્ન અન્ય જગ્યાએ કરાવી દેવાની ધમકી આપતા હોવાથી ભોગ બનનારે મરી જવાની ધમકી આરોપીને આપી પોતાને લઈ જવાનું કહેતા આરોપી ભોગ બનનારને લઈ ગયેલ હોવાની હકીકત રેકર્ડ પર આવેલ અને ભોગ બનનાર સાથે આરોપીએ કોઈ દુષ્કર્મ કરેલ ના હોવાનું રેકર્ડ પર આવેલ. બનાવ વખતે ભોગ બનનારની ઉંમર 17 વર્ષ 9 મહીના અને 13 દિવસની હતી અને બનાવ બાદ ભોગ બનનારની ઉંમર 18 વર્ષની પુરી થઈ જતાં ભોગ બનનાર આરોપી સાથે રહેવા આવી ગયેલ હોય,
જે અંગેની તમામ દલીલો અને અલગ અલગ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાઓ આરોપીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તરફથી રજુ કરાયેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં મહેરબાન એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખ આરોપી અશ્વિન પોપટભાઈ નાયકને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ તા:05/06/2025 નાં રોજ ફરમાવેલ છે.આ કામમાં આરોપી તરફે તાલુકા કાનુની સેવા સમિતિ-ધોરાજીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.
