ઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરાર
પોલીસવાનમાં જ છરીના ઘા ઝીંકી દીધા, હુમલામાં ઘવાયેલ એક પોલીસમેનની હાલત ગંભીર
ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આવેલ ચબુતરાના ચોક પાસે એક મારમારીના આરોપીએ ત્રણ પોલીસ કર્મચારીઓ ઉપર છરીથી હુમલો કરી પોલીસવાન માંથી ફરાર થઇ જતા તેને પકડવા રાજ્યભરની પોલીસને જન કરવામાં આવી છે. .
ઉમરાળાના ચબુતરાના ચોક વિસ્તારમાં રહેતા કોઇ મુન્ના નામના શખ્સે ગઇકાલે બપોરના સુમારે કોઇ યુવક સાથે મારમારી કરી ગંભીર ઇજા કરી ફરાર થયો હતો જેની પોલીસ ફરિયાદ ઉમરાળા પોલીસમાં મુન્ના વિરૂૂદ્ધ નોંધાઇ હતી.જે મામલે ઉમરાળા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ વિજયસિંહ ટેમુભા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ અને ગિરિરાજસિંહ વનરાજસિંહ આરોપી મુન્નાને પકડવા માટે ચબુતરા ચોક વિસ્તારમાં ગયા હતા જ્યાંથી આરોપીને ઝડપી લઇ પોલીસની વાનમાં બેસાડ્યો હતો અને બાદમાં આરોપી મુન્નાએ નેફામાંથી છરી કાઢી, ત્રણેય પોલીસ કર્મચારીને ઉપર ઝીંકી દેતા, પોલીસ કર્મચારીઓ લોહિલુહાણ હાલતે ગંભીર ઇજા થઇ હતી .
અને આરોપી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ ઉમરાળા પોલીસના પી.આઇ. ચૌધરી સહિતનાને જાણ થતાં મસમોટો પોલીસ કાફલો દોડી જઇ આરોપીને હસ્તગત કરવા મથામણ કરી હતી અને ત્રણેય ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો કરતા ભાવનગર જિલ્લામાં ચકચાર મચી છે. હુમલાખોરને પકડવા માટે રાજ્યભરમાં પોલીસને તેના ફોટા સાથે જાણ કરવામાં આવી છે.